ગુજરાત
ચોમાસાની અસર, બે માસમાં દસ્તાવેજોમાં 17 ટકાનો વધારો
એપ્રિલ માસમાં 12216 દસ્તાવેજો સામે જૂનમાં 14293 દસ્તાવેજોની નોંધણી
મોરબી રોડ-રતનપર છ મહિનાથી અવ્લલ, કોઠારિયા-મવડીમાં પણ અવિરત સોદા
રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીનમાં આગજરતી તેજી જોવા મળી રહી છે જેના કારણે દર મહિને સબ રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવજેોની નોંધણી માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દર મહિને સબ રજિસ્ટ્રાર કચેરીમાં થતાં દસ્તાવેજોનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેમાં છેલ્લા છ મહિનાથી મોરબી રોડ અને રતન પર દસ્તાવેજ નોંધણીમાં અવ્વલ નંબર પર રહ્યો છે. જ્યારે ગત મહિને નોંધાયેલા દસ્તાવેજોમાંથી રાજ્ય સરકારને ફી અને સ્ટેમ્પ ડયુટી પેટે 85.92 કરોડની આવક થઈ છે.
રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે. રાજકોટ શહેર જિલ્લામાં ઉદ્યોગો, ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, સ્માર્ટ સિટી જેવા પ્રોજેકટો મળતાં તેની સીધી અસર જમીનમાં તેજી જોવા મળી રહી છે. રાજકોટ શહેર જિલ્લામાં 18 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે જેમાં દર મહિને નોંધાતા દસ્તાવેજોના પત્રક તૈયાર કરવામાં આવે છે.
બે મહિના પહેલા રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ 12216 જેટલા દસ્તાવેજો નોંધાયા હતાં. જેના કારણે રાજ્ય સરકારને 66.46 કરોડની સ્ટેમ્પ ડયુટી અને ફી પેટે આવક થઈ હતી. બે મહિના પહેલા મોરબી રોડ પર 1443 દસ્તાવેજો નોંધાયા હતાં જ્યારે બીજા ક્રમે મવડી 1346, ત્રીજા ક્રમે ગોંડલ 1117, અને ચોથા ક્રમે કોઠારીયા 1105, જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયામાં નોંધાયા હતાં.
ચોમાસાના પ્રારંભ પહેલા પણ જમીનમાં તેજી જોવા મળી રહી છે. બે મહિના બાદ પણ દસ્તાવજેોની સંખ્યામાં ઉતરોત્તર 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં જૂન મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14293 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જેમાં ફી પેટે રાજ્ય સરકારને 12,55,98,263 રૂપિયાની આવક થઈ છે. જ્યારે સ્ટેમ્પ ડયુટી ફી પેટે 73,36,94,488ની આવક થઈ છે. આમ રાજ્ય સરકારની તિજોરીમાં કુલ 85,92,92,751 રૂપિયાની આવક નોંધાઈ છે.
છેલ્લા છ મહિનાથી મોરબી રોડ પર સૌથી વધુ દસ્તાવજેોની નોંધણી થાય છે ત્યારે આ વખતે પણ મોરબી રોડ પ્રથમ નંબરે રહ્યો હતો. જેમાં ગત મહિનો મોરબી રોડ પર 1709 દસ્તાવેજો નોંધાયા હતાં. જ્યારે કોઠારીયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1609, મવડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1286 અને ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1216 જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ગુજરાત
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય