દ્વારકાધિશ મંદિરમાં કિંજલ દવેનું ફોટોશૂટ, ભકતો અને સેલિબ્રિટી માટે અલગ નિયમો?

દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાંથી જાણીતી ગાયિકા કિંજલ દવેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં…

દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાંથી જાણીતી ગાયિકા કિંજલ દવેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં કેમેરા અને મોબાઇલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં સેલિબ્રિટીઝ માટે નિયમો નેવે મૂકાતા સામાન્ય ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અહેવાલો મુજબ, ગાયિકા કિંજલ દવેએ લગભગ 3 દિવસ પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગયા હતા.ારકાધીશ જગત મંદિર પરિસરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મોબાઇલ, કેમેરા કે અન્ય કોઈ પણ પ્રકારના ડિજિટલ શૂટિંગ ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મુખ્ય દ્વાર પર કડક સિક્યુરિટી ચેકિંગ હોવા છતાં અને સુરક્ષા કર્મચારીઓની સતત હાજરી વચ્ચે કેમેરો કે મોબાઇલ અંદર કેવી રીતે પહોંચ્યો, તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થતાં જ લોકોએ તીખી પ્રતિક્રિયા આપવાનું શરૂૂ કર્યું છે. જો સામાન્ય ભક્તો માટે નિયમો કડક હોય, તો સેલિબ્રિટીઝને આવી વિશેષ છૂટછાટ કોણે આપી? શું મંદિરના સુરક્ષા નિયમો માત્ર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે જ બનાવવામાં આવ્યા છે? સુરતના યુટુબર પર થઈ હતી ઋઈંછ, કિંજલ દવે સામે પગલાં લેવાશે? તેવા સવાલો ઉઠાવાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *