શુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 શ્રેણીનું આયોજન કરશે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચો અને એક ચાર દિવસની યુવા ટેસ્ટ મેચ…

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 શ્રેણીનું આયોજન કરશે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચો અને એક ચાર દિવસની યુવા ટેસ્ટ મેચ રમાશે. એસસીએએ બુધવારે આ અંગેની જાહેરાત કરી.

પહેલી વનડે 18 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે શરૂૂ થશે. બીજી વનડે 21 સપ્ટેમ્બરે અને ત્રીજી વનડે 23 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે રમાશે. યુવા ટેસ્ટ 27થી 30 સપ્ટેમ્બર સુધી સવારે 9:30 વાગ્યે શરૂૂ થશે.

ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાણી છે. ટીમમાં યશવર્ધન ચૌહાણ, રાજત બાઘેલ (વિકેટ કીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, મોહિત ઉલવા, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, કાવ્ય પટેલ, મનાલ ચૌહાણ, અન્વય દ્રાવિડ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સવસાણી, શેવિન વિનોધ અને ચિગુરુપાટી વેંકટા સામેલ છે. હેડ કોચ યેરે ગૌડ છે. સૌરાષ્ટ્રના બે યુવા ખેલાડી મોહિત ઉલવા અને આર્યન સવસાણી ભારતીય ટીમમાં સ્થાન પામ્યા છે, જે રાજકોટ માટે ગર્વની વાત છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં હેડન બાર્બુલોવિક, કેસી બાર્ટન, એલી બ્રેન, વિલિયમ બાયરોમ, બ્લેક કેટી, જેક ક્ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, ઝેડ હોલિક, મેથ્યુ લફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ અને થોમસ વાસિયો છે. હેડ કોચ ટિમોથી નિલ્સન છે. વનડે મેચોમાં પહેલી ઇનિંગ્સ સવારે 9થી બપોરે 12:30 સુધી ચાલશે. લંચ બ્રેક 12:30થી 1 વાગ્યા સુધી રહેશે. બીજી ઇનિંગ્સ બપોરે 1 વાગ્યે શરૂૂ થશે.

યુવા ટેસ્ટમાં પહેલું સત્ર સવારે 9:30થી 11:30, લંચ 11:30થી 12:10, બીજું સત્ર 12:10થી 2:10, ટી બ્રેક 2:10થી 2:30 અને ત્રીજું સત્ર 2:30થી 4:30 વાગ્યા સુધી રહેશે. એસસીએ મીડિયા વિભાગે જણાવ્યું કે આ શ્રેણી સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટ માટે મહત્ત્વની તક છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય યુવા મેચો જોવા ક્રિકેટ પ્રેમીઓનું આકર્ષણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *