મોરબીના ટીબલી પીપળીયા પાસે રહેતા સોભનાબેન વિજયભાઇ વાંજા (ઉ.વ.30) પોતે પરમેશ્ર્વર શક્તિ ટાંકા પાસે હતા ત્યારે માળીયા હાઇવે પર અમીત, અશોક અને ભરતે અને અજાણયા શખ્સે પાઇપ વડે માર મારતા તેમને ઇજા પહોંચી હતી. જેને લઇ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ તેમને છોડાવવા જતા તેમના ભાઇ વિક્રમ ઉકાભાઇ પરમાર (ઉ.વ.50)ને પણ આરોપી સંજય અને અશોકે પાઇપ વડે માર માર્યો હતો. જેથી તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેમણે તપાસ શરૂ કરી છે. તેમજ આ મામલે સોભનાબેને જણાવ્યુ હતું કે, ઘર નજીક રહેતા અશોકભાઇના માતા અનશોયાબેનના દાગીના તેમના ભાઇ વિજયે ગીરવે મુકયા હતા. તેમના પર 20 હજાર રૂપિયા 5% વ્યાજે મેળવ્યા હતા અને આ દાગીના અનશોયાબને અને તેમના 5રિવારજનોએ પરતા માગતા વિજય અને તેમના પરિવારે કહ્યુ કે તમારી પાસે પૈસા હોય તો દાગીના છોડાવી લ્યો જેથી ઉશ્કેરાયેલા અનશોયાબેનના પરિવારના સભ્યોએ સોભનાબેન અને તેમના ભાઇ પર હુમલો કર્યો હતો.
બીજા બનાવમાં ચોટીલા પંથકમાં વિનુભાઈની સાઈટ પર રહેતા વિપુલ ભવાનભાઈસોલંકી નામના 17 વર્ષના તરુણ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના મામલે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવની જાણ ચોટીલા પોલીસને કરતા ત્યાંનો પોલીસ સ્ટાફ રાજકોટમાં તરુણનું નિવેદન લેવા રાજકોટ દોડી આવ્યો હતો.
