આટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજા

જસદણથી જૂનાગઢ તરફ જૈન સંઘ વિહાર કરી રહ્યા હતા ત્યારે જસદણ તાલુકાના બળધોઇ ગામેથી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર મગફળી ભરીને ટ્રેક્ટર જસદણ ખાતે જઇ…

જસદણથી જૂનાગઢ તરફ જૈન સંઘ વિહાર કરી રહ્યા હતા ત્યારે જસદણ તાલુકાના બળધોઇ ગામેથી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર મગફળી ભરીને ટ્રેક્ટર જસદણ ખાતે જઇ રહ્યું હતું ત્યારે આટકોટ નજીક સાણથલી ગામ ખાતે ટ્રેક્ટર પહોંચ્યું ત્યારે સામેથી આવતા વિહાર કરતા જૈન સંઘને જોઇ જતા ટ્રેક્ટરના ચાલકે એકાએક ટ્રેક્ટરને તારવવા જતા જેમાં પાછળથી આવતી કિયા કાર ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાતાં ટ્રેક્ટર અડધું પલ્ટી ખાઇ ગયું હતું. આથી સર્જાયેલા અકસ્માતમાં ત્રણ સાધ્વીજી પર મગફળી ભરેલા કોથળાઓ પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રૃતનિધીજી નામના મહાસતીજીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે સાધ્વીજીને ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કિયા કાર ટ્રેક્ટર સાથે ટકરાઇને ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સ્વાર જસદણ તાલુકાના વેરાવળ ગામના હસુભાઇ, મુકેશભાઇ, ભીખાભાઇ અને મીઠાભાઇ સહિત ચાર લોકોને કારમાંથી બહાર કાઢવા માટે કટ્ટરની મદદ લેવી પડી હતી. અકસ્માતથી ટ્રેક્ટરમાંથી કોથળાઓ રસ્તા પર પડતાં જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ આટકોટ પોલીસ મથકના સ્ટાફને થતા કાફલો દોડી ગયો હતો અને સર્જાયેલ ટ્રાફિક જામને ક્લીયર કર્યો હતો. બળધોઇથી જસદણ ખાતે ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે ટ્રેક્ટર જઇ રહ્યું હતું તેમજ કિયા કારમાં સ્વાર વેરાવળના ખેડૂતો પણ જસદણ ખાતે મગફળી કેન્દ્ર ખાતે જઇ રહ્યા હતા ત્યારે બંનેને અકસ્માત નડ્યો છે. પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *