કોડીનારમાં જુગારના અડ્ડા પર મધરાત્રે દરોડો: 3.34 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, 4 ફરાર

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે…

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી 3 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જ્યારે અન્ય 4 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

જુનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત ડીવાયએસપી એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોડીનાર પી.આઈ. એન.વી. હરિયાણી અને સ્ટાફ કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેસીંગભાઈને મળેલી સચોટ બાતમીના આધારે રોણાજ રોડ પર મામાદેવના મંદિર પાસે આવેલા આંબાના બગીચામાં રેડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે બગીચામાં દરોડો પાડ્યો ત્યારે કેટલાક શખ્સો બેટરીના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા હતા.

પોલીસે સ્થળ પરથી જહાંગીર ઇબ્રાહિમભાઇ દલ (રહે. ઉના),જુમાભાઇ ઉર્ફે ઇકબાલ પીરભાઇ સમા (રહે. ઉના),દિપકભાઇ કાનાભાઇ ચારણીયા (રહે. કોડીનાર) ત્રણ શખ્સોને દબોચી લીધા હતા, જ્યારે અંધારાનો લાભ લઈને અરવિંદ ભીખાભાઇ કામળીયા (કોડીનાર), ભરત લખમણભાઇ ક્રીપલાણી (કોડીનાર), વિમલ વેણીલાલ ઝવેરી (ઉના) અને ખીમાભાઇ ઉર્ફે ખોડું કાનાભાઇ રાઠોડ (બાટવા) ચાર શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂૂપિયા 59,000/-,03 નંગ મોબાઈલ (રૂૂ. 15,000), 02 મોટરસાયકલ (રૂૂ. 60,000),01 ઇક્કો કાર (રૂૂ. 2,00,000),ઘોડી પાસા નંગ-2 મળી કુલ રૂૂ. 3,34,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કોડીનાર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *