ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની ત્રણ માસ બાદ જાણ થઈ હોવા છતા પોલીસે બેંકના મહિલા સહીત બે કર્મચારી સામે ગુનો નોધી તેની પુછતાછ કરી હતી.
વધુ વિગતો મુજબ, ઈન્ડિયન બેન્કના આસિસટન્ટ જનરલ મેનેજર ધનશ્યામ કુમાર વિનોદાનંદ ઝા એ તેની બેન્કમાં નોકરી કરતા શ્રુતિબેન વૈભવ અંબાદાસ મેશરામ અને વિષ્ણુ નારાયણ વાસુદેવ ઈલયથ તેમજ અન્ય અજાણ્યા શખસો સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે રાજકોટ બ્રાંચ ઈન્ડિયન બેન્કમાં તેની સાથે મેનેજર તરીકે ગૌરીશંકર બી પ્રચરણ સામંતરામ અને અન્ય સ્ટાફ મેમ્બરમાં શ્રુતિબેન દિવાકર શખારે( એબીએમ),વિષ્ણુ નારાયણ એલાયથ આસી. મેનેજર તરીકે ફરજ બનાવજતા હતા અને તેની હાલ ચિન્નઈ ખાતે બદલી થઈ છે.તેમજ ઉમેશભાઈ શીંગાળા,દેવુભાઈ ભારાઈ,શૈલેષભાઈ શેઠ,શ્રેયસભાઈ પાઠક,હિતેશભાઈ દોમડીયા, તેમજ પીયુન તરીકે સંજયભાઈ ઝાલા અને કલશભાઈ ગોરી તરીકે નોકરી કરે છે.
બેન્કમાં પૈસા ઉપાડ અને જમા લેવાનુ અને સોના ઉપર ધીરાણ આપવાનુ કામકાજ કરતા હોય અને બેન્કમાં ગીરવે આવેલા સોનાના દાગીના સ્ટ્રોંગ રૂૂમમાં આવેલ તીજોરીમાં રોકડ સાથે રાખતા હોય જેની એક ચાવી શ્રુતિબેન અને એક ચાવી વિષ્ણુ એલાયથ પાસે રહેતી હોય અને આ લોક ખોલવા માટે આ બન્ને પાસે રહેલી ચાવીઓથી લોક ખુલતો હોય તા.18 જાન્યુ.એ રાજકોટ જોનલ ઓફીસના પંકજ મીણાએ ઈન્વેશકન કરવામાં આવ્યા હતા જેમા તમામ ડોકયુમેન્ટ તેમજ કેશ અને સોનાનો હિસાબની ચકાસણી કરી હતી જેમા બધુ બરાબર હતુ પરંતુ તા.17 માર્ચ દરમ્યાન મુંબઈ થી આવેલ ચંદે ચેતનકુમારે ઇન્સપેશન કરતા બે સોનાના દાગીના ભરેલા પાઉચ ગાયબ હોવાનુ બહાર આવતા તેને રાજકોટ જોનલ તેમજ મુંબઈ ઓફીસે જાણ કરી હતી. જેની તપાસમાં રાજકોટના સંગીતાબેન શ્યામભાઈ શાહ અને શ્યામભાઈ મધુભાઈ શાહ એ 1005.10 ગ્રામના સોનાના દાગીના ગીરવે મુકી રૂૂ.43.16 લાખ લોન લીધી હોવાનુ બહાર આવ્યુ હતુ.
બનાવ અંગે પોલીસમાં આઠ માસ પુર્વે ચોરીના બનાવ અંગેની ત્રણ માસ બાદ જાણ કરવામાં આવી હતી જેમા પોલીસે પણ બેદરકારી દાખવી હોવાનુ સામે આવ્યુ જેમા પોલીસે ત્રણ માસ પુર્વે ગુનો નોંધવાના બદલે માત્ર અરજી લઈ માત્ર પુછતાછ કરી હતી.બનાવની જાણ થતા ડીસીપી રાકેશ દેસાઈએ તપાસ કરી બેંક કર્મચારીઓની પુછતાછ કરી હતી તેમજ જાણ કરતા એ ડીવીઝન પોલીસે સ્ટ્રોગ રૂૂમની ચાવી રાખનાર શ્રુતિબેન અને વિષ્ણુ નારાયણ સામે ગુનો નોંધી પુછતાછ કરી હતી પરંતુ બન્ને આરોપીઓ સોનાના દાગીનાની ચોરી અંગે કંઈ જાણતા ન હોવાનુ જણાવતા પોલીસે ગાંધીનગર ખાતે આરોપીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી પુછતાછ કરી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
