કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલો

કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં…

કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી તાલુકાના નવઘણ ચોરા ગામે રહેતા શૈલેષ લક્ષ્મણભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેના કાકા ધનજી અને પિતરાઈ અનિલે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં શૈલેષ વાઘેલાની 15 વર્ષની પુત્રી સેજલને ધનજી અને તેનો પુત્ર અનિલ માર મારતાં હતાં. જેથી શૈલેષ વાઘેલા પુત્રીને છોડાવવા વચ્ચે પડતાં પિતા-પુત્રએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *