Connect with us

ક્રાઇમ

રામનાથપરામાં શ્રમિક યુવાનના હાથ-પગ ભાંગી નાખી અજાણ્યા બે શખ્સોએ લૂંટી લીધો

Published

on

શહેરના રામનાથપરામાં પગપાળા ચાલીને જતા શ્રમિક યુવાન ઉપર અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી રૂા. 700ની લૂંટ ચલાવી નાશી ગયા હતા જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ મુળ ભાવનગરના ટોલકનગરનો વતની અને હાલ રાજકોટમાં રહી મજુરી કામ કરતો સુરેશ હીરાભાઈ સોલંકી (ઉ.વ.34) નામનો યુવાન ગઈકાલે સાંજે મજુરી કામ પરથી છુટી ચાલીને જતો હતો ત્યારે રામનાથપરા જૂની જેલ પાસે પહોંચતા અજાણ્યા બે શખ્સોએ તેને આંતરી લોખંડના પાઈપ વડે હુમલોકરી હાથ-પગમાં પાઈપના ઘા ઝીંકી દીધા હતા જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલહ ોસ્પિટલામં ખસેડાયો હતો. જ્યાં તેને હાથ-પગમાં ફેક્ચર થઈ ગયાનું જણાયું હતું.


પ્રાથમિક તપાસમાં સુરેશ કડિયા કામ અને ભંગાર વિણવાનું કામ કરે છે. તેના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા બે શક્સોએ આવી હુમલો કરી તેની પાસે રહેલા રૂા. 700ની લૂંટ ચલાવી નાશી ગયાનું જણાવ્યું હતું.


આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Published

on

By

3 શખ્સ સામે નોંધાયો ગુનો


જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Continue Reading

ક્રાઇમ

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

Published

on

By

પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી


તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.

Continue Reading

ક્રાઇમ

માધાપરના યુવાનના આપઘાતના ચકચારી પ્રકરણમાં દોઢ વર્ષથી ફરાર મહિલા એડવોકેટની કુકમાથી ધરપકડ

Published

on

By

માધાપરના આહીર યુવાનને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના રાજ્યભરમાં ચકચારી બનેલા આ હનીટ્રેપ કેસની દોઢ વર્ષથી નાસતી ફરતી આરોપી વ્યવસાયે વકીલ એવી કોમલ દયારામભાઇ જેઠવાની એલસીબીએ કુકમાથી ધરપકડ કરી લીધી છે, તેને નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાતાં તા. 7-11 સુધી રિમાન્ડ મંજૂર થયા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આ ચકચારી હનીટ્રેપના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ નાસતા-ફરતા આરોપીઓને તાત્કાલિક પકડવા સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ સૂચના આપતાં એલસીબીના પી.આઇ. એન.એન. ચુડાસમા તથા એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા તથા મહિલા કોન્સ. વર્ષાબેન ગાગલ તપાસમાં હતા, ત્યારે આરોપી કોમલબેન (રહે. નાની નાગલપર, જેઠવા ફાર્મ તા. અંજાર), કુકમા ગામથી મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી આરોપી કોમલને નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાતાં તેના તા. 7-11 સુધી રિમાન્ડ મંજૂર થયા છે. સરકાર તરફે સરકારી વકીલ નીમેશ જે. પૂજારા હાજર રહ્યા હતા.

આ ચકચારી કેસમાં કોમલની ભૂમિકાએ હતી કે, આ હનીટ્રેપનું ષડયંત્ર તેની તથા નેતા સાથીદાર વકીલ આકાશ મકવાણાની સંયુક્ત અંજાર સ્થિત ઓફિસમાં રચાયું હતું. આકાશના ફોન પરથી દિલીપ આહીરને હનીટ્રેપમાં કઇ રીતે ફસાવવાનો છે, તે અંગે વિસ્તૃત સમજ દિવ્યાને કોમલે જ આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ આ કેસમાં હજુ બે આરોપી એવા અખલાક પઠાણ (વડોદરા) અને મુખ્ય સૂત્રધાર એવી મનીષા ગોસ્વામીના પતિ ગુજુ ગોસ્વામી હજુયે નાસતા ફરે છે. જેને પકડવાના બાકી છે.

Continue Reading
ક્રાઇમ4 mins ago

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Sports4 mins ago

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

ક્રાઇમ5 mins ago

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

ગુજરાત8 mins ago

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા

આંતરરાષ્ટ્રીય10 mins ago

સ્પેનીશ પૂરના કારણે યુરોપમાં વ્યાપક ખાનાખરાબી

ગુજરાત12 mins ago

મોરબીના લાપતા વૃદ્ધનો રાજકોટ પાણીની ખાણમાંથી મૃતદેહ મળ્યો

આંતરરાષ્ટ્રીય12 mins ago

ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી

ગુજરાત14 mins ago

ચોટીલા ચામુંડા મંદિરના પૂજારીનું અપહરણ, ચાર શખ્સોએ 10 લાખની ખંડણી વસૂલી

ગુજરાત16 mins ago

દિવાળીના તહેવારમાં એડવોકેટના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

કચ્છ17 mins ago

કચ્છ-ભુજમાં એરફોર્સના જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

રાષ્ટ્રીય22 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય22 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય19 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ19 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ19 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય23 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ગુજરાત19 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત19 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

ગુજરાત19 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

Trending