Connect with us

ગુજરાત

ધોરાજીમાં મેઘવાળ સમાજે ડે.કલેક્ટરને આપ્યું આવેદન

Published

on

સુપ્રીમ કોટર્ર્ દ્વારા અનુ.જાતિ અને જનજાતિ અનામત બાબતે આપેલા ચૂકાદાનો કરાયો વિરોધ

ધોરાજી મેઘવાળ સમાજના અગ્રણી યોગેશભાઈ ભાષા તેમજ બાબુભાઈ પરમાર, નરસિંહભાઈ દવેરા, સંકેત મકવાણા, અનિલ સોંદરવા, વસંત સોલંકી, , વિગેરે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનોએ સૂત્રોચાર કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું


આ સમયે દલિત સમાજના અગ્રણી યોગેશભાઈ ભાષાએ આવેદનપત્રમાં જે માગણી મૂકી છે તે જણાવેલ કે અમારી માંગણીઓ સરકારને જણાવજો કે એસ.સી., એસ.ટી. અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા ક2વા રાજયોને સતા આપતો 1/8 2024 નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચુકાદો નિ2સ્ત ક2વામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચુકાદાને બહા2 ક2વામાં આવે. એસ.સી., એસ.ટી. કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગ2ીબ રહી ગઈ છે તેને અલગથી ઈ.ડબલ્યુ.એસ. જેવી સગવડ જન2લ કોટામાંથી આપવામાં આવે કારણ કે દેશના ગરીબ નાગ2ીકોના ઉત્થાન માટે ઈ.ડબલ્યુ.એસ. કોટા દાખલ ક2વામાં આવ્યો છે. આ ઈ.ડબલ્યુ.એસ. કોટાની જોગવાઈ બંધા2ણમાં સુધા2ો લાવી સંસદમાં પસા2 ક2વામાં આવે. એસ.સી., એસ.ટી. બંધારણીય અનામત જોગવાઈ પપ્રતિનિધિત્વથ જે બંધા2ણની 9મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં 2ાજકીય રાગદ્દેશ રાજકીય લાભ આપવા કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન ક2ી શકે. એસ.સી., એસ.ટી. કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ ક2વામાં આવે.


એસ.સી., એસ.ટી. કયોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂૂપ આપવામાં આવે.રિઝર્વેશન એકટ બનાવવામાં આવે. રિઝર્વેશન ઈન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવા2ીનું માળખું તૈયાર કરવામાં આવે. જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબ2થી અમલ ક2વામાં આવે. સ2કા2ી, અર્ધસ2કા2ી જાહે2 સાહસોનું ખાનગીક2ણ વેચાણ બંધ ક2વામાં આવે. શિક્ષણ અને સ2કા2ી સેવાનું ખાનગીક2ણ બંધ ક2વામાં આવે. પ્રાઈવેટ સેકટ2માં અનામત દાખલ ક2વામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે. હાઈકોર્ટસુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરિક્ષા દ્વા2ા મે2ીટથી ક2વામાં આવે. કોલેજીયમ સિસ્ટમ નાબુદ ક2વામાં આવે. ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફ2જીયાત જોગવાઈ ક2વામાં આવે.

લેટ2લ એન્ટ્રી સિસ્ટમ ગૈર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે. કુલ 15 માગણીઓ આવેદનપત્રમાં કરવામાં આવી હતી અંતમાં યોગેશભાઈ ભાષાએ જણાવેલ કે જો આ ચુકાદો પાછો લેવામાં નય આવે તો ભવિષ્યમાં દલિત સમાજ રોડ ઉપર આવીને આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે ધોરાજી બંધ તેમજ આવેદનપત્રમાં ધોરાજી લઘુમતી સમાજના યુવાનો યોગેશભાઈ ભાષા, ભરતભાઈ મુછડીયા, વિમલ સોંદરવા, બાબુભાઈ પરમાર, નરસિંહભાઈ દવેરા, સંકેત મકવાણા, અનિલ સોંદરવા, વસંત સોલંકી, કૌશલ સોલંકી, વગેરે સમસ્ત મેઘવાળ સમાજના આગેવાનો જોડાયા હતા.

ગુજરાત

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

Published

on

By

રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી

રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.


ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.


રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.


આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.


36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.


મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.

છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.


છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય16 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય16 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય16 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય16 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending