ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન
આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અઅઙના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા અઅઙ પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો છે. સભા સંબોધતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં લોકોનું 10-10 લાખ રૂૂપિયાનું હેલ્થ ઇન્શ્યોરન્સ કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રીની જે હોસ્પિટલમાં સારવાર થાય છે ત્યા જ ગરીબ પરિવારની પણ સારવાર થાય છે. આ વ્યવસ્થા ગુજરાતમાં પણ જોઈએ છે? ગુજરાતમાં પણ જો આવી વ્યવસ્થા જોતી હોય તો ભાજપ અને કોંગ્રેસની સરકારને ઉખેડવી પડશે અને અમારી સરકાર બનાવવી પડશે.
તમે આમ આદમીની સરકાર બનાવી દો તમારા આખા પરિવારની સારવાર કેડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં કે જ્યા કરોડપતિની સારવાર થાય છે તેવી હોસ્પિટલમાં અમે તમારી સારવાર ફી માં કરાવી દેશું.
ભાજપે 30 વર્ષમાં લૂંટ મચાવી દીધી છે, રોડ બનાવે છે તો માત્ર 30 દિવસમાં જ તૂટી જાય છે. પૂલ બનાવે છે તો તે પણ 2 દિવસમાં જ તૂટી જાય છે. મને ખેડૂતોએ કહ્યું કે, અમારે અહિં મગફળીનો પાક બરબાદ થઈ ગયો તો સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું પણ ખેડૂતોને સહાય નથી મળી. તો આ 10 હજાર કરોડ ક્યા ગયા? આટલો ભષ્ટ્રાચાર?
સભા સંબોધતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, આ હિન્દુસ્તાન 140 કરોડ લોકોનો દેશ છે, આ યુવાનો, વુદ્ધો, મહિલાઓનો દેશ છે પણ તેઓએ થોડાક ઉદ્યોગપતિઓનો દેશ બનાવી દીધો છે. અમે તમારા બાળકોને ભણાવવા આવ્યા છીએ, પણ આ કોંગ્રેસ-ભાજપવાળા લડાવવા આવ્યા છે. આજે દેશની હાલત ખુબ ખરાબ છે, પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથી મળી રહ્યું, મોદીજીએ વિદેશમાં જઈને શું કર્યું? એક પણ દેશ આપણા પક્ષમાં નથી બોલી રહ્યો. અઅઙનું બટન દબાવશો તો કિસ્મત બદલાઈ જશે.
