ભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યું

દહીંસરામાં ચાલતા કતલખાના પર માનકૂવા પોલીસે દરોડા પાડતાં એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે બે સગા ભાઇને દબોચી લેવાયા હતા. સાથોસાથ ગૌવંશના નાના-મોટા 85…

દહીંસરામાં ચાલતા કતલખાના પર માનકૂવા પોલીસે દરોડા પાડતાં એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે બે સગા ભાઇને દબોચી લેવાયા હતા. સાથોસાથ ગૌવંશના નાના-મોટા 85 જીવ જીવતા મળતાં તેને બચાવી લેવાયા હતા.

આ અંગે માનકૂવા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ગૌવંશની હત્યા અટકાવવા તેમજ આવા કૃત્ય કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે માનકૂવા પી.આઇ. કે. એમ. ગઢવીની રાહબરી હેઠળ સ્ટાફ કર્મચારીઓ કાર્યરત હતા ત્યારે બાતમીના આધારે દહીંસરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા વાડામાં દરોડો પાડતાં ત્યાં એક કતલ કરેલું ગૌવંશ વાછરડું મળ્યું હતું અને એક છરી સાથે બે સગા ભાઇ મુસ્તાક જુસબ રાયમા અને ઇસ્માઇલ જુસબ રાયમા (રહે. દહીંસરા)ને ઝડપી લીધા હતા.

વધુમાં આ દરોડામાં નાના-મોટા ગૌવંશના જીવ નંગ-85 મળી આવ્યા હતા, જેને ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ, વાડાસર (તા. ભુજ) ખાતે માનકૂવા પોલીસે મોકલી આપતાં આ અબોલ પશુઓના જીવ બચાવાયા હતા. માનકૂવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પી.આઇ. ગઢવીની રાહબારી હેઠળ પી.એસ.આઇ. એ. એન. ધાસુરા, એ.એસ.આઇ. બ્રિજેશભાઇ યાદવ, ઉપેન્દ્રસિંહ રાણા, જિજ્ઞેશભાઇ અસારી, જયંતીભાઇ મહેશ્વરી, અજયભાઇ ઝણકાત, હે.કો. અશોકભાઇ ડાભી, જયપાલસિંહ જાડેજા, વિનોદભાઇ ઠાકોર, કિરણકુમાર પુરોહિત, મહેશભાઇ વાળા, સુરેશભાઇ જોશી તથા જી.આર.ડી.ના સભ્યો જગમાલ હિંગણા, રણજિતસિંહ જાડેજા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *