હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા પ્રૌઢા સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર-અંતર પુછવા ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે કેસરીહિન્દ પુલ પાસે અજાણ્યા વાહને પ્રૌઢાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રોઢાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પારેવડી ચોક પાસેની મહાત્મા ગાંધી શેરી નં.પમાં રહેતા જયાબેન વિજયભાઈ મકવાણા નામના 53 વર્ષના પ્રૌઢા પોતાના ઘરેથી ચાલીને સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર અંતર પૂછવા કેસરીપુલ પાસેથી આવતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પ્રૌઢાને હડફેટે લેતા માથે-શરીરે ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ઈજાગ્રસ્ત પ્રોઢાને તાકિદે 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડયા હતા. જયાં તેમનું ચાલુ સારવારમાં મોત નિપજતા હોસ્પિલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ કે.સી. સોઢા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક પ્રોઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક પ્રોઢાના પતિ હાલ હયાત નથી. પૌઢાને ત્રણ સંતાનો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર અંતર પૂછવા જતા હતા. ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *