મોટા મવામાં રસ્તા પરથી ગાડી લઇ લેવાનું કહેતા ગેરકાયદે મંડળી રચી યુવાન પર સાત શખ્સોનો હુમલો

કાલાવડ રોડ પર મોટા મવામાં રસ્તાની વચ્ચે રહેલા વાહનને લઇ લેવાનું જણાવતા યુવાન પર છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ઢીકા પાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત…

કાલાવડ રોડ પર મોટા મવામાં રસ્તાની વચ્ચે રહેલા વાહનને લઇ લેવાનું જણાવતા યુવાન પર છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ઢીકા પાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.વધુ વિગતો મુજબ,મોટામવામાં સરકારી સ્કુલનો ઢાળીયા પાસે રહેતા આશીકભાઈ અમૃતભાઈ ચૌહાણ (ઉ.વ.30)એ ફરિયાદમાં દીગ્વિજય સિંહ ડોડીયા, મહીજીતસિંહ ચુડાસમા, અમનભાઈ ગુપ્તા, અભયભાઈ ગુપ્તા, હર્ષલભાઈ રાઠોડ અને મયુરભાઈ ઠુંગાનું નામ આપતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આંશિકભાઈએ જણાવ્યું હતું કે, હું સાંજના ઘરેથી મારૂૂ એકસેસ લઈને કણકોટ ગામે દુધ લેવા માટે ગયેલ હતો. દુધ લઈને હુ સાંજે મારા ઘરે આવતો હતો ત્યારે કટારીયા ચોકડીથી અમારી શેરીમા જવા માટે બાઈક લઈને જતો હતો. ત્યારે અમારી શેરીમા ફોરવ્હીલરનુ ગેરેજ આવેલ હોય.

જે ગેરેજ પાસે બે ત્રણ ગાડીઓ શેરી વચ્ચે પડેલ હોય અને આવવા જવામા તકલીફ પડતી હોય,જેથી મેં આ ગેરેજવાળા ભાઈને આ ફોર વ્હીલ લઈ લેવા માટે જણાવતા એક ભાઈ બહાર આવ્યા તેને મને અમો ખટારાની બેટરીમા છેડા દઈને ગાડી લઈ લઈએ છીએ.ત્યારે આ ઝગડો ચાલુ હતો ત્યારે ગેરેજમાંથી બીજા બે માણસો આવીને મારી સાથે બોલાચાલી કરવા લાગેલા આમ આ ચારેય થઈને મને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે મારા માતા મંજુલાબેન તથા મારા ભાભી રીટાબેન, મારા ભાઈ રાજેશભાઈ અને મારા પત્ની નીમીષાબેન એમ બધા આવેલા.

ત્યાર પાછળથી એક અજાણ્યો માણસ ગેરેજમાંથી બહાર આવેલ ત્યારબાદ આ લોકો મારા ભાભી રીટાબેન તેમજ મારા માતા મંજુલાબેન મને છોડાવતા હોય,જેથી તે પાંચેય જણા તેઓને પણ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.તેમજ અપશબ્દો બોલી ગાળો બોલવા લાગેલા હતા અને મને ગાડી ચડાવીને મારી નાખીશુ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી.આ લોકો અમોને છેલ્લા બે વર્ષથી ઓળખતા હોય, અને અમને અમારી જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અમારા મકાન પડાવી નાખવા એમ ધમકી આપતા હોય,જેથી મે 100 નંબર પર કોલ કરેલો અને 100 નંબર ગાડી આવી જતા ઝગડો કરનાર આ પાંચેય જણાને ગાડીમા બેસાડી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *