કચ્છ
કચ્છમાં ગુજરાતની સૌથી મોટી 200 કરોડની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ભુજમાં ગરીબોના સરકારી આવાસની 30,000 ચો.મી. જમીન પચાવી હિલ વ્યૂ રિસોર્ટ બનાવી લીધો, રીસોર્ટના આઠ ભાગીદારોએ આઠ વર્ષમાં કરોડોની કમાણી કરી
ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર રૂપિયા 200 કરોડ કિંમતની સરકારી જમીન ખાલી કરાવવા એક જાગૃત નાગરિકે જમીન પચાવવાના કાયદા- 2020 તળે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. વર્ષ-2018થી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ ભ્રષ્ટ સરકારી તંત્રને રિમાઈન્ડરો કરાયા પરંતુ મૂળ દબાણ વિસ્તાર 7000 ચો.મી.થી વધીને 30000 ચો.મી. થઈ ગયું હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
સરકારી રેકર્ડ મુજબ માત્ર 3800 ચો.મી. જમીન નવી અવિભાજય શરતે હોટલ ઉદ્યોગ માટે કચ્છ કલેક્ટરે ફાળવેલ છે, પરંતુ સ્થળ સ્થિતી મુજબ હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકોએ લાગુની સરકારી ટ્રાવર્સ 870/1 ની જમીન પર ખુલ્લેઆમ દબાણ કરાયાની ફરિયાદ કરી હતી. પરંતુ, ભ્રષ્ટ સરકારી તંત્રની જય હો. આજ દિન સુધી ડબલ એન્જિન સરકારના કલેક્ટર દબાણની જમીન ખાલી કરાવી શક્યા નથી અથવા ખાલી કરાવવા ઈચ્છતા જ નથી.
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મુજબ આશરે 30000 ચો.મી. દબાણ છે. ગુગલ ઈમેજમાં દબાણ વિસ્તાર દર્શાવતી તસ્વીરો અને મહેસુલી રેકર્ડ ફરીયાદીએ કમિટી સમક્ષ પ્રસ્તુત કર્યો છે અને આ દબાણ એરપોર્ટ રોડ ટચ સરકારી મિલકતની બજાર ભાવ પ્રમાણે આશરે રૂૂપિયા 200 કરોડ આંકી છે.
હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકો દ્વારા દબાણ જમીન પર બનાવેલ મોટા પાર્ટી પ્લોટ પર લગ્ન પાર્ટીઓનું આયોજન કરી ઈવેન્ટ દીઠ રૂપિયા 5-7 લાખ અને નાના પાર્ટી પ્લોટના રૂપિયા 1.50-2.00 લાખ તથા હોલના રૂપિયા 0.75 લાખ ભાડા વસૂલ કરી છેલ્લા 8 વર્ષમાં કરોડોની કમાણી કરી છે.
આ હોટેલની બાજુનો ડુંગર કાપીને આશરે 3000 ચો.મી.થી વધુ વિસ્તારનો કાર પાર્કિંગ બનાવી નાખેલ દેખાય છે છતાં મામલતદાર ગ્રામ્ય અને ભુસ્તર શાસ્ત્રીને કેમ દેખાયો નથી તેવો પ્રશ્ર ફરિયાદી કરે છે. સરકારી ઠરાવ 16-7-2022 મુજબ સરકારી મિલકતોની ચોકીદારી કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની નક્કી કરેલ છે, પરંતુ તેઓએ આજ દિન સુધી અહેવાલ આપવા પાછીપાની કરી છે. વર્તમાન કચ્છ કલેકટર પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિય સાબિત થયા છે. ખરેખર સરકારી જમીનોની ચોકીદારી કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની છે, તે સંપૂર્ણ નિષ્ફળ છે ત્યારે કોઈ જાગૃત નાગરિક તેમની ફરજ બજાવી લેખિતમાં જાણ કરે છે તો બે બે વર્ષ સુધી આ કલેકટર કોઈ કાર્યવાહી કરતા નથી.
7 હજાર ચો.મી. જમીન પચાવતા 2018માં આઠ શખ્સો વિરુદ્ધ અરજી થઇ હતી
ભુજના હિલગાર્ડન નજીક સર્વે નં.870 પૈકી 1 ખાતા નંબર 746ની નવી અને અવિભાજય શરતની 3800 ચોરસ મીટર જમીન 2016માં તત્કાલીન કલેક્ટરે હોટલ બનાવવા ખાનગી માણસોને ફાળવી હતી. આ જમીન પર આઠ ભાગીદારો જગદીશ આણંદજી ઠકકર, હિંમત લીલાધર દામા, હિતેન શંકરલાલ દામા, પ્રકાશકુમાર નટવરલાલ પટેલ, શૈલેષ રાજેશભાઈ મોદી, જિગીશકુમાર રાજેશકુમાર મોદી, શેહનાઝ કરીમભાઈ પાયલા, અશર્રફઅલી વલી આગરીયાએ હિલ વ્યુ રિસોર્ટનું નિર્માણ કર્યુ હતું. આ તમામ ભાગીદારોએ સરકારી જમીન ટ્રાવર્સ સર્વે નંબર 870 પૈકી 1ની જમીન ગેરકાયદે પચાવવાનું શરૂૂ કર્યું હતુ. 2018માં પ્રથમ વખત આ ભાગીદારોએ 7 હજાર ચો.મી. જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે જે તે સમયે અરજી કરાઈ હતી.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
કચ્છ
દિવાળીને લઈ સલામતી માટે કચ્છ સરહદે બીએસએફના જવાનો સાથે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં બેઠક
બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયું, બીએસએફના જવાનો અને પોલીસકર્મીઓએ એકમેકને દિવાળીની શુભકામનાઓ પાઠવી
દીવાળીના પાવન પર્વે લોક સલામતી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓ વાગડના સરહદી ગામોની મુલાકાત લઈ જાત સમીક્ષા મેળવી હતી. સાથે જ રાપર તાલુકાના સરહદી બેલા પોસ્ટના બીએસએફ કેમ્પની પણ મુલાકાત લઈ સુરક્ષા જવાનો સાથે પોલીસની બેઠક યોજાઈ હતી.પોલીસ વડા સાગર બાગમારે વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બાલાસર પીએસઆઇ એસવી ચૌધરી, ખડીર પીએસઆઇ ડીજી પટેલ, રિડર પીએસઆઇ ડીજે પ્રજાપતિ સાયબર પીએસઆઇ જેઆર અમૃતીયાએ બેલા પાસેના કેમ્પમાં તહેનાત બીએસએફના ઈન્સ્પેક્ટર રામલાલ પંત અને બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી દિવાળી અને નવા વર્ષની આગોતરી ઉજવણી કરી હતી.
પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. અધિકારીઓ અને જવાનોએ બેઠક યોજી હમ સબ એક હૈ નો સદેશો વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા તમામ જવાનોને મીઠાઈ આપવામા આવી હતી. બીએસએફ દ્વારા પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનુ મીઠું મોઢું કરાવ્યું હતું. આ સમયે હરપાલસિંહ રાણા, દુર્ગાદાન ગઢવી, વિક્રમ દેસાઈ, જયપાલસિંહ રાણા, રલજી ચૌધરી, પ્રકાશ ચૌધરી, કાંતિસિંહ, દલસિંગ કાનાણી, સુમતિ પરમાર, નાથાભાઈ પરમાર વગેરે જોડાયા હતા.
સરહદી રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકમાં પૂર્વ કચ્છ પોલીસ વડા બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરેડ, નોટ રિડીંગ, સરહદી પેટ્રોલિંગ, પોલીસ સ્ટાફની ધટ ચર્ચા સાથે તથા બેલા ગામજનો સાથે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલાસર જાટાવાડા રોડ પર બની રહેલા નવા પોલીસ સ્ટેશનનુ નિરિક્ષણ કર્યું હતું. આગામી માર્ચ મહિનામાં બાલાસર પોલીસ મથક નવા બની રહેલા બિલ્ડીંગમા કાર્યરત થઈ જશે, જેથી બાલાસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ
ભુજમાં ધનતેરસે નકલી સોનાના બિસ્કિટ સસ્તામાં વેચવા નીકળેલો હિસ્ટ્રીશીટર ઝડપાયો
16 નકલી સોનાના બિસ્કિટ જપ્ત, અગાઉ પણ આ આરોપી છેતરપિંડીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે
ભુજમાં સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી નીકળેલા ઠગબાજને એલસીબીએ પીતળ જેવી ધાતુના લંબ ચોરસ 16 નંગ બિસ્કીટ સાથે ઝડપી પાડ્યો હતો. અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા આ ઇસમને રંગેહાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પકડાયેલા ઇસમ ઉપર છેતરપિંડીના કેસ પોલીસ દફ્તરે નોંધાઈ ચુક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્વિમ કચ્છ એલસીબી પીઆઇ એસએન ચુડાસમા તથા પીએસઆઇ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલભાઇ પરમારનાઓ પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જદોડરના અને હાલે માધાપર કેસરબાગ સોસાયટી ખાતે રહેતા અમીતકુમાર અમૃતલાલ સોનીને પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ સાથે પકડી પાડ્યો હતો.
પકડાયેલો ઇસમ નકલી સોનાના બિસ્કિટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-ૠઉં-12-અઊ-4303 વાળીથી પસાર થતો હતો તે વેળાએ એલસીબીએ રંગેહાથ તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી ના અનેકવિધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, ત્યારે વધુ છેતરપિંડી નો બનાવ બને તે પહેલાજ એલસીબીએ આરોપીને ઘટનાના અંજામ પહેલા પકડી પાડ્યો હતો.
-
રાષ્ટ્રીય18 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય15 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ15 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ15 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય22 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
રાષ્ટ્રીય16 hours ago
યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર