ધોરાજીમાં મામાના પુત્રના મુંડન પ્રસંગે ગયેલી રાજકોટની મહિલાની છેડતી થતા આ મામલે ઝગડો થયા બાદ મારામારી થતા બે જૂથ વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારામારીમાં બન્ને જૂથના 8 જેટલા વ્યક્તિને ઈજા થઇ હતી. આ મામલે પોલીસે બને પક્ષે સામે સામે પોલીસ ફરિયાદ નોંધી પાંચ મહિલા સહિત 15 વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ, કટારીયા ચોકડી સામે, લક્ષ્મીનો ઢોરે રહેતી મધુબેન હાર્દિકભાઇ પરસોતમભાઇ સોંદરવાએ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના ધવલ રવજીભાઇ ભાસ્કર , સચીન પ્રવિણભાઇ પરમાર , દુર્ગાબેન રવજીભાઇ ભાસ્કર, ભુમીબેન ધવલ ભાસ્કર અને રવજીભાઇ ભાસ્કરનું નામ આપ્યું હતું. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 75(1), 115(2), 125(એ), 189(2), 190, 191(2), 294(બી), 352, 351(3) મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મામાના દિકરાની વાડના પ્રસંગમાં ધોરાજીના નસીબચોક ખાતે ગયેલ હોય ત્યારે આ ધવલ ભાસ્કરે તેની પાસે આવી શરીરે કોણીથી ઠોસા મારી, શારીરીક સંપર્ક કરી જાતીય સતામણી કરેલ જે બનાવની વાત મધુબેન તેના માનેલ ભાઇ વિજયભાઇ સોલંકી તથા આશીષ પરમારને કરતા આ કામના બન્ને ભાઈ સહિતના અન્ય સબંધીઓ આ ધવલને સમજાવવા જતા ત્યાં બન્ને પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝગડો થયો હતો અને મારમારી થઇ હતી. ધવલ સહિતના તેના પરિવારજનોએ વિજય તેમજ આશિષ સહિતના પરિવારના સભ્યોને બિભત્સ ગાળો મધુબેનના મમ્મીને વાસના ભાગે એક ઢીંકો મારી છુટા પથ્થરના ઘા કરતા મધુબેન તેમજ તેમાં માતાને ઈજા થઇ હતી. તેમજ આજે તો એકાદને મારી જ નાખવો છે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.
સામા પક્ષે ધોરાજીના તીનબતી ચોક,બહારપુરામાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ધવલભાઈ રવજીભાઇ ભાસ્કરે નોંધાવેલી ફરિયાદમાં વિજય ઉર્ફે વિજલો લાંબો દિનેશભાઇ સોલંકી, આશીષ ઉર્ફે કુતેકા અતુલભાઈ પરમાર, પ્રવીણ ઉર્ફે ગયઢો શંકરભાઇ વિંઝુડા, સાહિલ ઉર્ફે ટાઢો મકવાણા, પ્રવીણની માતા લાભુબેન, પ્રવિણની બહેન સોનુબેન , પ્રવિણની બહેન મધુબેન તથા પ્રવિણના બનેવી હાર્દિક સોંદરવા , પ્રવિણનો ભાઇ ભાવેશ વિઝુંડા તથા જેનીલ ઉર્ફે ભયુ ઉર્ફે જીનુ અતુલભાઇ બારોટનું નામ આપ્યું હતું. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ 109(1), 189(2), 190, 191(2), 191(3), 115(2), 118(1), 125(1), 74, 296(બી), 352, 351(3) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજય અને આશિષ બન્ને ધવલના ઘર આગળ જાહેરમાં ગાળો બોલતા હોય જેથી આ બાબતે પોલીસને ફોન કરીને જાણ કરતા તે વાતનો ખાર રાખી આ કામના તમામ વિજય અને આશિષ સહિતના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો જેમાં ધવલના માતા દુર્ગાબેનના સોનુંએ વાળ કોણીથી દુર્ગાબેનનુ ગળુ પકડી નીચે પાડી દઇ ઢસડી તથા ધવલના પત્નિ ભુમિકાબેન છોડાવવા વચ્ચે પડતા વિજય તેમજ પ્રવીણ અને તેના બનેવીએ ભુમિકાબેનને ઢીંકાપાટુનો માર મારી તેની આબરૂૂ લેવાના ઇરાદે તેના ઉપરનિર્લજ હુમલો કરી કપડા ફાડી નાખેલ આ બનાવમાં ધવલના પિતા રવજીભાઇ છોડાવવા વચ્ચે પડતા પ્રવીણે તેમને પણ ઢીંકાપાટુનો માર મારી તેમની પાસે રહેલ છરી કાઢીને રવજીભાઇ ઉપર હુમલો કરવા જતા ધવલનો ભત્રીજો સચીનભાઇ વચ્ચે પડતા આજ તો તુ ગયો તેમ કહી પ્રવીણે સચીનભાઇને પેટના ભાગે મારી નાખવાના ઇરાદે છરી મારવા જતા સચીનભાઇને પીઠના ભાગે છરીનો ઘા લાગતા ઇજા થયેલ ત્યારબાદ વિજય ઉર્ફે વિજલો લાંબો દિનેશભાઇ સોલંકી, આશીષ ઉર્ફે કુતેકા અતુલભાઈ પરમાર, પ્રવીણ ઉર્ફે ગયઢો શંકરભાઇ વિંઝુડા, સાહિલ ઉર્ફે ટાઢો મકવાણા, પ્રવીણની માતા લાભુબેન, પ્રવિણની બહેન સોનુબેન , પ્રવિણની બહેન મધુબેન તથા , પ્રવિણના બનેવી હાર્દિક સોંદરવા , પ્રવિણનો ભાઇ ભાવેશ વિઝુંડા તથા જેનીલ ઉર્ફે ભયુ ઉર્ફે જીનુ અતુલભાઇ બારોટે ધવલભાઈના પરિવાર ઉપર છુટા પથ્થરના ઘા કાર્ય હતા. આ મામલે ઈજાગ્રસ્ત બન્ને જૂથના તમામને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા ધોરાજીના એ એસપી સિમરન ભારદ્વાજ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ મામલે પોલીસે બને જૂથના 15 સભ્યો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.
પોલીસ સાથે પણ ઘર્ષણ કરી ફરજમાં રૂકાવટ કરનાર બે સામે ગુનો નોંધાયો
ધોરાજીમાં મુંડન પ્રસંગે છેડતી મામલે થયેલી માથાકૂટ માં જાહેરમાં મારામારી થતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી થતી ત્યારે ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. 112 જનરક્ષકમા ફરજ બજાવતા દીલીપભાઇ ભુપતભાઇ કટેસીયા સ્થળ ઉપર પહોચ્યા ત્યારે બનેલ બનાવ અનુસંધાને કાર્યવાહી કરવા જતા આવતીકાલ સવારે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવવાનુ જણાવેલ હોય અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કોલ કલોઝ કરી દિધેલ થોડા સમય બાદ ફરી માથાકૂટ થઇ હતી ત્યારે નાઈટ રાઉન્ડ ના ઈન્ચાર્જ ને જાણ કરતા નાઈટ રાઉન્ડ ઈન્ચાર્જ એ.એસ.આઇ હરદાસભાઇ રામશીભાઇ તથા કોન્સ્ટેબલ રાજુભાઇ ભોજાભાઇ દીલીપભાઇ સાથે બનાવવાળી જગ્યા ખાતે ગયેલા હોય જ્યાં વિજય ઉર્ફે વિજલો લાંબો દિનેશભાઇ સોલંકી અને આશીષ ઉર્ફે કુતેકા અતુલભાઈ પરમારે પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ ભોજાભાઇને તેના ઉપર એટ્રોસીટી ની ફરિયાદ કરવાની ની ધમકી આપી પોલીસને બે ફામ ગાળો આપી પોલીસ વિશે એલફેલ બોલવા લાગેલ વિજય ઉર્ફે વિજલો લાંબો દિનેશભાઇ સોલંકી તથા (2) આશીષ ઉર્ફે કુતેકા અતુલભાઈ પરમાર થોડીવાર બાદ મારામારી થતી હતી તે જગ્યા ખાતે આવેલ અને જગ્યા ઉપર હાજર પોલીસ મારામારીમા સંડોવાયેલ લોકોને રોકતા હતા ત્યારે બન્ને એ પોતાનો સ્માન ઈરાદો પારપાડવા ના હેતુ થી તે લોકોને ઉશ્કેરી અને ફરીયાદીને તથા પોલીસને વચ્ચે અડચણરુપ થતા બન્ને સામે ફરજમાં રૂૂકાવટનો ગુનો નોંધ્યો હતો.
