કોટડાસાંગાણીના વાદીપરામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટના રૂૂપિયાની ઉઘરાણી બાબતે કોન્ટ્રકટર સાથે માથાકૂટ થતા બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના ચાર સભ્યોને ઈજા થઇ હતી. પોલીસ બને પક્ષ ના આઠ સભ્યો સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે રહેતા અને પીજીવીસીએલનાં કોન્ટ્રાકટર દિનેશભાઈ ધીરજભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં કોટડા સાંગાણીના વાદીપરાના નાનજીભાઈ લખમણભાઈ કોચરા આશીષભાઈ નાનજીભાઈ કોચરાનું નામ આપ્યું છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ-118(1), 351(3), 352, 115(2), 125, 54 તથા જી.પી. એકટ કલમ-135 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં કોન્ટ્રાકટર દિનેશભાઈ ધીરજભાઈ મકવાણાએ જણાવ્યું કે, તેના ભાઈ વાદીપરા ગામે રહેતા દિપકભાઈ મકવાણાના પ્રસંગમાં ગયેલ હોય ત્યારે પીજીવીસીએલનાં કોન્ટ્રાકટ ના બીલના પૈસા લેવા બાબતે નાનજીભાઈ લખમણભાઈ કોચરા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી દીપકભાઈના બજારમાં ગયેલ હોય ત્યારે બન્નેએ ગાળો આપતા જેથી દીપકભાઈએ ફોન કરીને ભાઈ દિનેશને બોલાવતા દિનેશ અને તેના ભાઈ દીપકને જાનથી મારી નાખવાનીધમકી આપતા તેવામાં પ્રવિણભાઈ આવી જતા પોતાના ઘરે લઈ ગયેલ ત્યારે વાદીપરાના નાનજીભાઈ લખમણભાઈ કોચરા આશીષભાઈ નાનજીભાઈ કોચરાએ ત્યાં આવી ધારીયા તથા છુટ્ટા પથ્થર વડે હુમલો કર્યો હતો. બન્ને ભાઈને ઈજા થઇ હતી.સામા પક્ષે કોટડાસાંગાણીના વાદીપરાના નાનજીભાઈ લખમણભાઈ કોચરાએ નોંધાવેલી ફરિયાદમાં દિપકભાઈ ધીરજભાઈ મકવાણા તથા ગૌતમભાઈ પ્રવિણભાઈ કોચરા , રાહુલભાઈ પ્રવિણભાઈ કોચરા અને પ્રવિણભાઈ લખમણભાઈ કોચરા તેમજ ધીરૂૂભાઈ જીવાભાઈ મકવાણાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ એવી રીતે પીજીવીસીએલનાં કોન્ટ્રાકટના ભાગના તથા મજુરીના પૈસા માંગતા હોય જેનો ખાર રાખી નાનજીભાઈ લખમણભાઈ કોચરા સાથે ઝગડો કરી તા પોતાના ઘર બહાર ફોનમાં વાત કરતા હોય ત્યારે દિપકભાઈ ધીરજભાઈ મકવાણા, દિનેશભાઈ ધીરજભાઈ મકવાણા તથા ગૌતમભાઈ પ્રવિણભાઈ કોચરા , રાહુલભાઈ પ્રવિણભાઈ કોચરા અને પ્રવિણભાઈ લખમણભાઈ કોચરા તેમજ ધીરૂૂભાઈ જીવાભાઈ મકવાણાએ હુમલો કર્યો હતો. આ મામેલ પોલીસે બન્ને પક્ષે સામે સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.
