એક મહિનામાં બીજી ઘટના, શ્વાનના હુમલાથી ખેડૂતો ત્રાહિમામ
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર પરીવાર પર કરુણ ઘટના સામે આવતી જોવા મળી છે. ખાન ખીજડીયા ગામે વજુભાઇ હિરપરા વાડીએ રહી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશ ના ખેતમજૂર પરીવારની સાત વર્ષની અંજના નામની દિકરી રમી રહી હતી ત્યારે અચાનક ત્રણ સ્વાન ત્યાં આવી તેના પર હીંચકારો હુમલો કરી તેને ગળાના ભાગે બાચકા ભરતા તે લોહી લુહાન બની હતી તેને 108 મારફતે વડિયા સીવીલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વાડી વિસ્તાર માં સ્વાન ના આતંક થી ખેડૂતો અને ખેત માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.
આવા ઘાતકી હુમલા કરનાર બાબતે કાર્યવાહી કરવી જરૂૂરી બને છે જેથી વારંવાર આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય. હાલ આ ખેતમજૂર પ્રકાશભાઈ ના પરિવારે સાત વર્ષની ફૂલ જેવી દિકરી ને સ્વાન ના હુમલા માં ગુમાવવાનો વારો આવ્યો છે.થોડા સમય પેહલા તેની મોટી દિકરી પર પણ સ્વાને હુમલા કર્યા હતા અને તે ઘાયલ થતા તેને જૂનાગઢ સારવાર અર્થે ખાસેડાઈ હતી ત્યાર બાદ ફરી આ નાની દિકરી પર હુમલો થતા તે મૃત્યુ ને ભેટી છે.ત્યારે સ્વાનના હુમલાથી ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં ભયનો માહોલ ફેલાયો છે.
