ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો
શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક સપ્તાહ પહેલા ડેંન્ગ્યુ મેલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ પરંતુ સાત દિવસમાં જ એડિસ મચ્છરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નવા સાત કેસ નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના 1002, સામાન્ય તાવ 750, ઝાડા-ઉલ્ટીના 144 અને ટાઈફોડના બે દર્દી નોંધાતા આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ સબબ 138 આસામીઓને નોટિસ ફટકારી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.09/12/24 થી તા.15/12/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 29,175 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 583 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ હતીં.
મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 362 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 158 અને કોર્મશીયલ 80 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.