અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી નગનાથ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. જેથી આખું મકાન સળગ્યું હતું. રસોઈ બનાવતી વખતે બનેલી આ ઘટનામાં મકાન માલિક ઇન્દ્રકાંતભાઈ જોષી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના ઇન્દ્રકાંતભાઈ જોષીના મકાનમાં બની હતી. સિલિન્ડર ફાટવાના પ્રચંડ અવાજથી સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા. વિસ્ફોટ બાદ મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે મકાનમાં ત્રણ લોકો હાજર હતા. જેમાંથી એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો સતત મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર ટીમ ઉપરાંત પીજીવીસીએલ (ઙૠટઈક) ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂૂપે આ વિસ્તારનો વીજપુરવઠો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત મકાનનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
