ભાણવડથી આશરે 23 કિલોમીટર દૂર બરડા ડુંગર વિસ્તારમાં આવેલા ધ્રામણીનેશ ખાતે ચેક ડેમની બાજુમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પ્રોહિબિશન કોમ્બિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ ગઢવી, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાની બાતમી પરથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે રૂ.45,000 ની કિંમતનો 1800 લિટર દેશી દારૂ બનાવવા માટેનો આથો કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા ધ્રામણીનેશ ખાતે રહેતા ભુદા રાજા મોરી નામના રબારી શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુના નોંધાયો છે. (તસવીર: કુંજન રાડિયા)
ભાણવડ નજીક બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર
ભાણવડથી આશરે 23 કિલોમીટર દૂર બરડા ડુંગર વિસ્તારમાં આવેલા ધ્રામણીનેશ ખાતે ચેક ડેમની બાજુમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો.…
