ગુજરાત મિરર, રાજકોટ તા. 8ધોરાજી પોલીસ મથક વિસ્તારમાં દારૂૂના ગુનામાં ઝડપાયેલા શખ્સોને મદદ કરવાના બહાને લાંચ લેતા ઝડપાયેલા પોલીસમેનની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.વધુ વિગત મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસમેન અજય કુમાર અશોકભાઈ ચુડાસમાએ દારૂૂના ગુનામાં મદદરૂૂપ થવા માટે રૂૂપિયા 2000 ની લાંચ લેવાનો આક્ષેપ તોરણીયા ગામના સરપંચ અંકિત ચુનીલાલ ટીલવાએ તારીખ 25 ફેબ્રુઆરી 2023ના રોજ કર્યો હતો.આ બનાવની તારીખ 5 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી. બાદ અજય કુમાર અશોકભાઈએ પોલીસ ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી ધોરાજી કોર્ટ અને ગુજરાતની વડી અદાલતમાં કરી હતી. પરંતુ તે સફળ ન થતા પોલીસમાં શરણે થયા હતા.
ત્યારબાદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવતી હતી. ચાર્જશીટ કરવામાં આવેલું જે ચાર્જશીટ બાદ આરોપીએ રેગ્યુલર જામીન અરજી ધોરાજી કોર્ટમા.કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ આરોપી અજયકુમાર અશોકભાઈ ચુડાસમાના રેગ્યુલર જામીન અરજી ચાર્જશીટ પછી પણ રદ કરેલા છે
