ઇન્વેસ્ટમેન્ટનો ધંધો કરતા પુત્ર પાસેથી કાર લઇ ગયા બાદ પિતા એ કહ્યુ, હવે કાર તને આપવાની થતી નથી !

નાના મવા શાસ્ત્રીનગર પાસે સ્વસ્તિક-1 એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાન વિરાજભાઇ વિપુલભાઇ મહેતા (ઉ.વ.27)ની ફરિયાદ પરથી તેના જ પિતા રૈયા રોડ ગ્રીનસીટી પાસે શ્રીહરિ એપાર્ટમેન્ટમાં રહેતાં…

નાના મવા શાસ્ત્રીનગર પાસે સ્વસ્તિક-1 એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાન વિરાજભાઇ વિપુલભાઇ મહેતા (ઉ.વ.27)ની ફરિયાદ પરથી તેના જ પિતા રૈયા રોડ ગ્રીનસીટી પાસે શ્રીહરિ એપાર્ટમેન્ટમાં રહેતાં વિપુલભાઇ બકુલભાઇ મહેતા વિરૂૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. વિરાજભાઇ તેમના દાદા-દાદી સાથે રહે છે અને વીર ઇન્વેસ્ટમેન્ટ નામે વ્યવસાય કરે છે. ગત તા. 20/06ના રોજ બપોરના સમયે તેમના પિતા વિપુલભાઈ બકુલભાઈ મહેતા ઘરે આવ્યા હતા. તેમણે જરૂૂરીયાત હોવાનું કહી વિરાજભાઈના નામની વોક્સવેગન પોલો કાર નંબર જીજે10ડીઇ- 8850 એક-બે દિવસ માટે માંગી હતી. કાર લઈ ગયા બાદ પિતાએ પુત્રને ફોન પર જણાવ્યું હતું કે તારી પાસે ઘણા લોકો પૈસા માંગે છે, કોઈ તારી કાર લઈ જશે તેના કરતા કાર મારી પાસે ભલે રહી, હું તેને વેચીને તારા પૈસા તને પરત આપી દઈશ.

જે તે વખતે વિરાજભાઇએ પિતા પર વિશ્વાસ મુકયો હતો. પરંતુ લાંબો સમય વીતવા છતાં પિતાએ કાર વેચી ન હતી. જ્યારે વિરાજભાઈએ પોતાની કાર પરત માંગી ત્યારે પિતાએ તેને-હવે કાર હું મારી રીતે વેચીશ અને તને એક પણ રૂૂપિયો આપવાનો નથી, તારે જે કરવું હોય તે કરી લે તેમ કહી દીધું હતું. વિરાજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર તેમણે ડિસેમ્બર 2024માં રૂૂ. 6,41,000 માં ખરીદી હતી.

તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મમ્મી સાથે પિતાએ છુટાછેડા લઇ બીજા મેરેજ કાર્ય છે. પણ નવા મમ્મી સાથે મારે બનતું ન હોઇ થોડો સમય હું અલગ અમદાવાદ રહ્યા બાદ હાલ દાદી-દાદી સાથે રહુ છું. મને દર મહિને મારા પિતા છથી આઠ હજાર રૂૂપિયા આપતાં હતાં. પણ એકાદ વર્ષથી પૈસા આપવાનું બંધ કરી દીધુ હતું. પિતા સાથે છેલ્લા એકાદ વર્ષથી નાણાકીય બાબતે અણબનાવ હોવાથી પોતે ઇન્વેસ્ટમેન્ટનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *