સહકાર રોડ પર ધર્મની બહેનને મેસેજ કરવાની ના પાડતા યુવાન પર ટોળકીનો હુમલો

ધર્મની માનેલી બહેનને મેસેજ કરવાની ના પાડતાં યુવાન પર ટોળકીનો છરીથી હુમલો થયો હતો.આ બનાવમાં ગંભીર ઘાયલ થયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર…

ધર્મની માનેલી બહેનને મેસેજ કરવાની ના પાડતાં યુવાન પર ટોળકીનો છરીથી હુમલો થયો હતો.આ બનાવમાં ગંભીર ઘાયલ થયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ અંગે નવા થોરાળમાં શેરી નં.7 માં રહેતાં પંકજભાઇ નરેશભાઇ સાગઠીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જ્યેન્દ્ર સરવૈયા, કાર્તિક, પીયૂષ અને તેની સાથેના અજાણ્યા શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

ફરીયાદી પંકજભાઈએ જણાવ્યું હતું કે, તે ગુંદાવાડીમા આવેલ સોના સીંગ નામની દુકાનમા કામ કરે છે.ગઇકાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યા આસપાસ તે ગુંદાવાડીમા સોના સીંગ નામની દુકાને હતો ત્યારે મિત્ર ઋત્વીક મકવાણા જે જલારામ ચોકમા દ્વારકાધીશ સાડીમા કામ કરે છે તેનો ફોન આવેલ અને કહેલ કે, મને અહીયા બાઇક લઇ લેવા માટે આવ, જેથી તે એકસેસ લઇ તેને લેવા માટે જલારામ ચોકમાં ઋત્વીક પાસે દુકાને ગયેલ અને તેને ફાકી ખાવી હોય જેથી બંને ત્રિશુલ ચોકમાં મિત્ર સાહીલ બથવારની દુકાને ગયેલ હતાં.

તેઓ બંને મિત્રો ત્યાં ઉભા હતા ત્યારે જયેન્દ્ર સરવૈયાનો ફોન કે, તુ ક્યા છો, તો કહેલ કે હું ત્રિશુલ ચોક માં છુ, તો આરોપીઓ ત્યાં આવેલ અને જયેંદ્રએ કહેલ કે, કેમ તે મને ફોનમાં ગાળ આપી અને કાલે મને તુ શુ કહેતો હતો તેમ કહી ગાળો આપી જયેંદ્ર અને તેની સાથેના કાર્તીક અને પિયુષ તથા અજાણ્યો શખ્સે ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને મિત્ર સાહીલ વચ્ચે છોડાવવા લાગતા તેને પણ જપા જપી કરવા લાગેલ હતો.

દરમિયાન કાર્તિક સાગઠીયાએ છરી કાઢી ખભાની નીચેના ભાગે એક ઘા મારી દેતાં યુવાન નિચે પડી ગયેલ હતો.જયેંદ્ર તથા તેની સાથેના શખ્સો ત્યાથી જતા રહેલ અને તેના મિત્રો તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં લઈ ગયેલ હતાં.વધુમાં ફરીયાદીએ અંગે જણાવ્યું કે,તેને ધર્મની માનેલી બહેન દીપાલીને આ જયેન્દ્ર સરવૈયા ફોનમાં મેસેઝ કરતો હોય અને તેને મેસેજ કરવાની ના પાડેલ હોય તે બાબતતો ખાર રાખી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *