અમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયો

અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા…

અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા આ માર્ગનું ટેસ્ટિંગ ફેઈલ જતાં તંત્રના આદેશથી 150 મીટર જેટલો રોડ તોડી પાડવામાં આવ્યો છે. રોડ તોડી પાડવા મામલે કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં ભષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો આક્ષેપ કર્યો.

પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના મુખ્ય માર્ગોમાં ગણાતા આ રોડનું કામ પૂર્ણ થયાને હજુ માંડ 90 દિવસ થયા છે. નિયમ મુજબ કરાયેલા સેમ્પલ ટેસ્ટિંગમાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતા જ કોન્ટ્રાક્ટરે રોડ તોડી પ્રજાના પૈસાનું પાણી કર્યું છે.સમગ્ર મામલે કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે, “જે માર્ગની ગેરંટી 3 વર્ષની હતી, તેને માત્ર 3 મહિનામાં જ તોડવો પડે તેનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો બીજો કયો હોઈ શકે? ભાજપના રાજમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરવામાં આવી રહ્યું છે.” આમ, ભાજપના રાજમાં ભષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *