ગઢડામાં મનોદિવ્યાંગ સગીરા પર ગેંગરેપ કરનાર 8 નરાધમો ઝડપાયા

છ મહિનાથી આ કૃત્ય ચાલતું હતું, ખોટી સહાનુુભૂતી બતાવી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના…

છ મહિનાથી આ કૃત્ય ચાલતું હતું, ખોટી સહાનુુભૂતી બતાવી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી

ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નવ નરાધમોએ છેલ્લા છ મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

આ અંગે માહિતિ આપતાં બોટાદના DySPમહર્ષિ રાવલે જણાવ્યું કે, ગઢડા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારૂૂ અને પીન્ટુભાઈ ભુપતભાઈ પઢીયારનો સમાવેશ થાય છે. આ કેસમાં નવમો આરોપી હમીર ડાંગર મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આરોપીઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હતો, આરોપીઓએ સગીરાને પટાવી-ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું. આ દરમિયાન નવ આરોપીઓ સગીરાને જુદા જુદા સ્થળોએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચરતા હતા.

ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી નવે-નવ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે નીચે મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ 64(2)(શ), 75(2), અને 70(2) (ગેંગરેપ અને ગંભીર અપરાધ). અને પોક્સો (POCSO) એક્ટ: કલમ 3(ફ), 4, 5(લ), 7, 8, 9, 11(6), અને 17.નો સમાવેશ થાય છે.

આ ઘટનાને પગલે સુરતના પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
તેમણે આ ઘટનાને સમાજ માટે ’કલંકિત’ ગણાવી સરકાર પાસે માંગ કરી છે કે,”આરોપીઓને એવી કડક સજા થવી જોઈએ કે સમાજમાં કાયદાનો ડર ઊભો થાય. તમામ નરાધમોનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને દાખલારૂૂપ સજા કરવામાં આવે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *