વીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોત

શહેરના કાલાવડ રોડ પર આવેલી વીવીપી ઇજનેરી કોલેજ પાસે વીજપોલ પર તાર બાંધતી વેળાએ પગ લપસતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો કર્મચારી નીચે પટકાતા તેને…

શહેરના કાલાવડ રોડ પર આવેલી વીવીપી ઇજનેરી કોલેજ પાસે વીજપોલ પર તાર બાંધતી વેળાએ પગ લપસતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો કર્મચારી નીચે પટકાતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહી તેનું મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા વીજ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદ પંથકનો વતની અને હાલ કણકોટ ગામે રૂડાનગરમાં રહેતો અને પીજીવીસીએલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતો અરવિંદ નટવરભાઇ બારૈયા (ઉ.વ.23)નામનો યુવાન આજે સવારે કાલાવડ રોડ પર વીવીપી ઇજનેરી કોલેજ પાછળ વીજ થાંભલા પર તાર બાંધવાનુ કામ કરતો હતો. ત્યારે અકસ્માતે પગ લપસતા વીજ પોલ પરથી નીચે પટકાયો હતો. તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તીબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમા નાનો અને અપરણીત હોવાનુ જાણવા મળ્યુ છે. તે છ વર્ષથી પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *