રાજકોટની કોલેજોને ડ્રગ્સ મુકત બનાવવા વિદ્યાર્થીઓના શપથ

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 2 જાન્યુઆરીથી…

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 2 જાન્યુઆરીથી “ડ્રગ્સ મુક્ત કેમ્પસ કેમ્પેઈનનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યના 200 જેટલા શૈક્ષણિક કેમ્પસ અને 1000 જેટલી કોલેજોમાં સંવાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂૂપે આજે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં 500થી વધુ બાઈક સવારની વિશાળ રેલી યોજાઈ હતી.

આ રેલી દ્વારા શહેરના માર્ગો પર ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર કરી યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટનીT.N.RAO College, Christ College તેમજ હરિવંદના કોલેજ ખાતે વિધાર્થી સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સની અસરો વિશે માર્ગદર્શન આપી તેમને આ દૂષણોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નૈતિક લડાઈ: કાર્યક્રમ દરમિયાન ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “ગુજરાતનું ભવિષ્ય આજે ડ્રગ્સના ભરડામાં આવી રહ્યું છે. આવનારી પેઢીને બચાવવા માટે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ એ માત્ર રાજકીય નહીં પણ આપણી સૌની નૈતિક ફરજ છે.” પ્રતિજ્ઞા: કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો યુવાનોએ એકસૂરે “હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં” ના શપથ લઈ ગુજરાતને નશામુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં આ અભિયાનને ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે. આજના કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા ડો. નિદતભાઈ બારોટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી મુકેશ ભાઈ ચાવડા, ગુજરાત એન.એસ.યુ.આઈના પૂર્વ પ્રમુખ આદિત્ય સિંડ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજ સિંદ રાણા, રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખીમસુરીયા, પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી રવિ જીતીયા રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી, રાજકોટ યુવક કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભંડેરી, મુકુંદભાઈ ટાંક, સોહિલ ઝેરીયા, હરપાલસિંહ જાડેજા, અક્ષાંશ ગૌસ્વામી, ધવલ રાઠોડ, રાજ ભટ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *