રાજકોટની ભાગોળે મોરબી હાઇવે પર ગવરીદડ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે રૂ. 11.70 લાખની કિંમતની 1944 બોટલ વીદેશી દારૂ ભરેલી સીઆઝ કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે પુછપરછમા સપ્લાયર અને ખરીદનાર સહીત 3 નાં નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમનાં દીલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે અને દીપકભાઇ ચૌહાણને બાતમી મળી હતી કે હડાળા પાસે દારુનુ કટીંગ ચાલુ છે.
જેનાં આધારે ટીમે દરોડો પાડયો હતો . ત્યારે સ્થળ ઉપરથી જી. જે. 18 બીડી 335ર નંબરની સીઆઝ કારમા તપાસ કરતા રૂ. 11.70 લાખની કિંમતની અલગ અલગ બ્રાંડની વીદેશી દારુની 1944 બોટલ મળી આવી હતી.
આ દારુનાં જથ્થા સાથે ચોટીલાનાં ખુશીનગરમા રહેતા રોહન અનીલકુમાર પરમાર તેમજ સુરેન્દ્રનગરનાં વતની અને હાલ રાજકોટ દેવપરા શાંતિકુંજ રેસીડન્સીમા રહેતા જયદીપસિંહ પ્રવિણસિંહ ઝાલાની ધરપકડ કરી દારુ અને કાર સહીત 17.55 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો ક્રાઇમ બ્રાંચની ટીમે પુછપરછ કરતા આ દારુનો જથ્થો રીયાઝે મંગાવ્યો હતો.
તેમજ તેની સાથે રજાક સંડોવાયેલ હોવાનુ જાણવા મળ્યુ છે. દારુનો જથ્થો સાચો રાજસ્થાનનાં ગોપાલરામે મોકલાવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઇમ બ્રાંચનાં એસીપી બી. બી. બસીયા સાથે પીઆઇ એમ. આર ગોંડલીયા, એમ. એલ. ડામોર , સી. એચ. જાદવનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. ડી. ડોડીયા અને તેમની ટીમનાં એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, પ્રદીપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, દીલીપભાઇ બોરીચા , જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, દિગ્પાલસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.
