રાજકોટમાં મોબાઇલના શોરૂમમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીના વતની અને કેટલાક મહિનાથી રાજકોટ રહી મોબાઇલ શો રૂૂમમાં નોકરી કરતાં બાવીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.…

મોરબીના વતની અને કેટલાક મહિનાથી રાજકોટ રહી મોબાઇલ શો રૂૂમમાં નોકરી કરતાં બાવીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રૈયા રોડ વૈશાલીનગર-3માં રૂૂમ ભાડે રાખીને રહેતાં મુળ મોરબીના મકબુલ અલીમહમદભાઇ સુમરા (ઉ.વ.22) નામના યુવાને સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઇ વી. વી. જાડેજાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મકબુલ મોરબીના રૂૂષીપરા રોડ પર રહેતો હતો. કટલાક મહિનાથી તે રાજકોટ રૂૂમ રાખીને રહેતો હતો અને મોબાઇલના શો રૂૂમમાં નોકરી કરતો હતો. તેના પિતા સ્કેપનો ધંધો કરે છે. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજો તથા અપરિણીત હતો. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *