રાજકોટમાં 15.81 લાખના સોનાની છેતરપિંડીની તપાસમાં પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલો મુદ્દામાલનો 200 ગ્રામનો ઢાળિયો મેળવવા ફરિયાદી અને કથિત ખરીદનાર આરોપીની મુદામાલ અરજીઓ પૈકી ખરીદનાર વેપારીની અરજી મંજૂર કરીને સોનાનો ઢાળિયો સુપરત કરવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રણછોડનગરમાં રહેતા ફરીયાદી હુસેન સુલેમાન જરીવાલાએ તેઓની સાથે રૂૂમ. 15,81,998/-ની કિંમતના ર00 ગ્રામ સોનાની છેતરપિંડીની આરોપી યુસુફ જાકીરભાઈ કપાસી વિરૂૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની તપાસમાં આરોપીએ તે સોનું લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં વિજય નથુરાવ માને, વૈભવ નથુરાવ માને, સાહીલ નરોતમભાઈ પારેખને આપેલ હોવાનું ખૂલતા પોલીસે સોનાનો ઢાળિયો કબજે લઈ તપાસના અંતે ચારેય વીરૂૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ ગુન્હાના કામે પોલીસ દ્વારા કબજે કરેલ 200 ગ્રામ સોનું પરત મેળવવા આરોપીઓ પૈકી વિજય નથુરાવ માને દ્વારા મુદામાલ અરજી કરી હતી.બીજી તરફ ફરીયાદી હુસેન સુલેમાન જરીવાલાએ પણ તે સોનું પરત મેળવવા મુદામાલ અરજી દાખલ કરી હતી. એકજ મુદ્દામાલ માટે બબ્બે અરજીઓ સંદર્ભે કાનુની જંગમાં આરોપી વિજય માનેના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા દલીલો કરવામાં આવેલ કે, મુદામાલ ઓનરને નહી પરંતુ ટુ ઓનરને મળવો જોઈએ, ફરીયાદી સાથે થયેલ છેતરપિંડી સાથે આરોપી વિજય માનેને કાંઈજ લાગતું વળગતું નથી.
ફરીયાદી સાથે છેતરપિંડીની આરો આરોપી સામે એફ.આઈ.આર. રજીસ્ટર કરાવેલ છે તે આરોપીએ જે જગ્યાએ સોનું આપેલની હકીકત જણાવેલ છે તે દુકાન બંધ હોવાનું ખુલવા પામેલ છે. ત્યારબાદ પોલીસે લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં ઝડતી દરમીયાન કરેલ હિસાબમાં 200 ગ્રામ સોનું વધારે નીકળતું હોવાથી તે ગુન્હાના કામેનું સોનું હોવાનું માની કબજે કરેલ હોય, જે ખરેખર જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન હોય ઉપરાંત ખરીદ કરેલ સોનું આર.ટી.જી.એસ.થી રકમ ચુકવી ખરીદ કરેલ, સોનાના બિલ પણ હોય જે બિલ માંહેની હકીકતો લક્ષે લેવામાં આવે, મુખ્ય આરોપીને અન્ય આરોપી વિજય માને સહીતના ત્રણે આરોપીઓ ઓળખતા પણ નથી.
છતા ત.ક. અધિકારીએ ગેરકાનુની રીતે સોનું કબજે કરેલ હોય તેવુ રેકર્ડ પર પુરવાર થતું હોવાની રજૂઆતો અને દલીલો ધ્યાને લઈ અદાલતે વિજય માનેની મુદ્દામાલ અરજી મંજૂર કરી ફરીયાદી હુસેન જરીવાલાની મુદામાલ અરજી નામંજુર કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કામમાં વેપારી આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા રાહીલ ફળદુ રોકાયા હતા.
