સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી

જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…

જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી દેવા અને ભોગ બનનારની બહેનને ઘરેથી કાઢી મુકવાની ધમકી દઇને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઇને કુકર્મો આચર્યાનું પોલીસમાં નોંધાયું છે. જાણવા મળતી વિગત મુજબ જામનગરના કાલાવડ નાકા બહા 7 વિસ્તારમાં રહેતી આશરે 25 થી 30 વર્ષની યુવિતએ સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા ચકચાર વ્યાપી છે.


જેમાં જણાવ્ય છે કે આરોપીએ કરીયાદીના નગ્ર ફોટા પાડી લઇ વાયરલ કરી દેવાની ધમકી દીધી હતી તેમજ! ફરીયાદીની બહેનને ઘરેથી કાઢી મુકવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી હતી. આ દબાણ કરીને ભોગ બનનારને અલગ અલગ જગ્યાએ લઇ જઇને તેમજ ગેરકાયદે ગોંધી રાખી અવાર નવાર તેણીની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી તેમજ સુષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કર્યુ હતું, આખરે યુવિત દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ બાબતની ફરીયાદ આરોપી નરાધમ બનેવી સામે આઇપીસી કલમ 376(2)(એન), 377, 506(2) વિગેરે મુજબ ફરીયાદ નોંધાવી હતી. ઉપરાંત અન્ય એક શખ્સ પોલીસ ફરીયાદ કરી બદનામી કરશો તો પરિવારના સભ્યોને મારી નાખવાની પણ ધમકી દીધી હતી આથી પોલીસ 7 દ્વારા આ ફરીયાદના આધાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રો, ગતીમાન કર્યા છે. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *