અમરેલીમાં સોની વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની બંગડીની ચોરી

અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારમાં આવેલ જવેલરી શોરૂૂમમાં બે અજાણી મહિલાઓએ ચતુરાઈપૂર્વક વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની કિંમતનો સોનાની બંગડીનો સેટ ચોરી કરી ફરાર થઈ…

અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારમાં આવેલ જવેલરી શોરૂૂમમાં બે અજાણી મહિલાઓએ ચતુરાઈપૂર્વક વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની કિંમતનો સોનાની બંગડીનો સેટ ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી વર્ગમાં ચકચાર મચી છે.

ઘટનાને લઈને અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલીના ગણેશ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ચિંતન જવેલર્સ નામે વ્યવસાય કરતા હાર્દિકભાઈ સુરેશભાઈ કાત્રોડીયાની દુકાનમાં 3 જૂનના રોજ બપોરે 12 વાગ્યે બે અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. દરમિયાન દુકાનમાં રહેલા સોનાની બંગડીઓના 8 થી 9 સેટમાંથી એક સેટ ચોરી કરી લીધો હતો.

ચોરી થયેલી સોનાની બંગડીનું વજન 21.080 ગ્રામ હોવાનું અને તેની કિંમત રૂૂપિયા 3,35,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ સ્ટોકની ચકાસણી દરમિયાન ચોરીનો ભેદ ખુલતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ચોરી કરનાર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *