ધોરાજી તાલુકાના કરેણી ગામે મનરેગાના. કોભાંડે ના આરોપીઓ ની જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી છે આરોપી અને ફરેનીના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી કે તેમની સાથેના રાજકીય વિરોધી વજુભાઈ વીરજીભાઈ વધાસિયા એક કરેલી ખોટી અરજીના આધારે વર્ષ 2010 ના કામનો ખાર રાખી અને હાલ વર્ષ 2025 માં પોલીસે ગુનો નોંધિલો છે. તેઓ ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. અને તપાસમાં પૂરતો સહકાર આપવા તૈયાર છે વૃદ્ધ ઉંમર છે તેમને આગોતરા જામીનનું રક્ષણ મળવું જોઈએ.
આજ બનાવ અંગે અગાઉ પણ વર્ષ 2018 માં પોલીસે ચાર્જશીટ કરેલું છે. હવે તે નવી ફરિયાદને ગ્રાહ્ય રાખી શકાય નહીં. પોલીસને પ્રોસિબ્યુશન મંજૂરી પણ મળી નથી. આવા સંજોગોમાં આગોતરા જામીન મંજૂર કરવા વિનંતી કરી હતી.સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર શ્રી કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રાઈમાફેસી કેસ પુરવાર છે, ભ્રષ્ટાચાર તે કોઈ વ્યક્તિ નહીં પરંતુ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ છે તેના કારણે કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની ગ્રાન્ટ ખરા લાભાર્થી સુધી પહોંચી રહી નથી. આવા સંજોગોમાં હાલના અરજદારને આગોતરા જામીનનું રક્ષણ આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડે. વર્ષ 2018માં જે ચાર્જ સીટ થયું છે તે વાઉચર અલગ છે અને હાલના તપાસના વાઉચર અલગ છે.
અને આ આરોપી ઉપર અગાઉ ભ્રણચાર નો એક કેસ ચાલી રહ્યો છે, જે હકીકત આરોપી તરફથી અદાલત સમક્ષ છુપાવવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતના કુશલસિંહ વિરુદ્ધ સરકારના કેસમાં ઠરાવેલું છે કે જ્યારે આરોપી અગાઉના ગુના ની વિગત છુપાવે ત્યારે તેમને જામીન ઉપર છોડવા જોઈએ નહીં તેમની જામીન અરજીમાં કોઈ લાભઆપવો જોઈએ નહીં આ પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપીના જામીન રદ કરવા જોઈએ. બંને પલની દલીલોને સાંભળી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસેન મોહીબુલા શેખ એ પૂર્વ સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા ના આગોતરા જામીન રદ કરેલા છે.
