ગુજરાત
RMC ઉપર ફરી દાગ, ફાયર NOC માટે લાંચ લેતો વચેટિયો ઝડપાયો
અગાઉ અનેક દાઝ્યા તેમાં ફરી કોણે હાથ નાખ્યો? 30 હજારમાં ધાર્યા કામ કરાવી દેતો વચેટિયો ઝડપાઇ જતા મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સહિતનાઓ સુધી રેલો, કર્મચારીઓ-અધિકારીઓમાં સન્નાટો
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભ્રષ્ટાચારમાં દોઢ ડઝન જેટલા અધિકારીઓ કર્મચારીઓ દાઝી ગયા છે અને હજુ જેલમાંથી જામીન મેળવવા માટે પણ કાયદાકીય સંઘર્ષ કરી રહ્યા છે અને છેલ્લે ઇન્ચાર્જ ફાયર ઓફીસર અનિલ મારૂ ફાયર એનઓસી આપવા બદલ રૂા.1.80 લાખીન લાંચ લેતા ઝડપાયાને હજુ બે મહિના જ થયા છે. ત્યાં ફરી ફાયર શાખામાં ભ્રષ્ટાચારના ભોરીંગે ફૂંફાડો માર્યો છે અને રેસકોર્ષમાં યોજાયેલ ત્રણ દિવસના એકસ્પોમાં ફાયર એનઓસી અપાવી દેવા માટે રૂા.30 હજારની લાંચ લેતા વચેટીયો ઝડપાઇ જતા કોર્પોરેશનના કર્મચારીઓ-અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
રૂા.30 હજારના બદલામાં ગણતરીના ક્લાકોમાં ફાયર એનઓસી અપાવી દેનાર કૌશિક પીપરોતર એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતા હવે આ લાંચની આગ કાર્પોરેશનની લોબી અને રામાપીર ચોકડીએ આવેલ ફાયર સ્ટેશન સુધી પહોંચી છે.
કૌશિક પીપરોતર ગુજરાતભરમાં ફાયર એનઓસીની ક્ધસલ્ટનટીનું કામ કરતી કંપનીનો કર્મચારી હોવાનું અને અનેક નામી કંપનીઓ તેમજ બિલ્ડરો તેના રેગ્યુલર ક્લાયન્ટ હોવાનું બહાર આવ્યું છે.
આ શખ્સ લાંચ લેતા ઝડપાઇ જતા લાંચની રક્મમાંથી કોર્પોરેશનના ક્યા અધિકારી-કર્મચારીને કેટલા ટકા આપવાના હતા? તે સવાલો ઉઠી રહ્યા છે. એસીબી આ અંગે ક્યારે ઘટસ્ફોટ કરે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે.
એસીબીની તપાસમાં ફરી એક ઇન્ચાર્જ તરફ અંગુલી નિર્દેશ થઇ રહ્યો છે. જો કે, હજુ એસીબી દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતુ નથી પરંતુ આ વચેટીયા મારફત કેટલા લોકોએ વહિવટ કરીને ફાયર એનઓસી અપાવ્યા છે અને ક્યા અધિકારી વતી નાણા ઉઘરાવતો હતો તે ઓકાવવા માટે કૌશિક પીપરોતરને આઠ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.
ગોપીની સ્ટાઇલ, અનેક મોટા બિલ્ડરોને NOC કાંડનો રેલો?
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એનઓસી માટે વચેટીયો લાંચ લેતા ઝડપાઇ જતા અનેક નામી બિલ્ડરો સુધી રેલો પહોંચે, તેવા નિર્દેશો મળે છે. રાજકોટના જીવનની સ્ટાઇલ સહિતના બિલ્ડિંગોમાં ફાયર એનઓસીમાં મોટો ગોટાળો વચેટીયા મારફત થયાનું જાણવા મળ્યું ચે. શહેરના ગોપી નામના બિલ્ડર સહિતના અડધોડઝન નામી બિલ્ડરોનો ફાયર એનઓસી કૌભાંડમાં ભાંડો ફૂટે તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક બિલ્ડરો સાથેના બે નંબરી વ્યવહારોના પૂરાવા બહાર આવી રહ્યા છે. ત્યારે આગામી અઠવાડીયે આ એનઓસી કાંડમાં મોટા ધડાકા થવાની પૂરી શક્યતા છે. અનેક બિલ્ડિરોના નામજોગ ભાંડા ફૂટે તેવા સંકેતો છે.
30 હજારનો પગારદાર કોન્સ્ટેબલ બોક્સાઇટના ટ્રકવાળા પાસેથી 6500ની લાંચ લેતા પકડાયો
જુનાગઢ માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કાળુભાઇ સીસોદીયા(ઉ.34,આર્મડ પોલીસ કોન્સ્ટેબલ માંગરોળ-મરીન પોલીસ સ્ટેશન જી.જુનાગઢ) લાંચ લેતા ઝડપાયો છે.બોક્સાઇડના ટ્રકવાળાઓ પાસેથી 6500 હજાર રૂૂપિયાની લાંચ માંગી હતી. મક્તુપુર ચેકપોસ્ટ પાસે છટકું ગોઠવીને એસીબીએ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધ હતો. મળતી વિગતો મુજબ,ફરિયાદીના કાકાના દિકરાની ટ્રકો પોરબંદરથી બોક્સાઇડ ભરી અમરેલી ખાતે ખાલી કરવા જતા હતા. બોક્સાઇડ ભરેલ ટ્રકો રોયલ્ટી પાસ તથા અંડરલોડ હોવા છતા આક્ષેપિત ટ્રકો રોકવામાં આવતી હતી. ફરિયાદી આક્ષેપિતને રૂૂબરૂૂ મળતા આક્ષેપિતે મક્તુપુર ચેક પોસ્ટ પરથી પ્રસાર થા દેવા માટે એક ટ્રક દિઠ 500 હપ્તા લેખે કૂલ ચાર ટ્રકના ચાર મહિનાના કૂલ 8000 રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકજકના અંતે કૂલ 6,500 લાંચ પેટે આપવાનું નક્કી થયું હતું.આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી પોરબંદર એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ગુજરાત
જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યો છે.
જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં સલીમ બાપુના મદ્રેસા પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા સીદીક આમદભાઈ જુણેજા સહિત છ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂૂપિયા 10,050ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામજોધપુરમાં લાડવા શેરીમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા શાંતિલાલ ગીગાભાઈ, પરેશ લક્ષ્મણભાઈ જોશી, કિરીટ મોહનલાલ બગલ, તેમજ ટપુભાઈ કેશુભાઈ આહીર પાસેથી રૂૂપિયા 13,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર નો ત્રીજો દરોડો પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ કરીમભાઈ મિયાણા સહિત 4 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ ચાલે છે જામનગર જિલ્લાના ધ્રોલમાં પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંદી પાના વડે જુગાર રમી રહેલા ઉત્તમભાઈ સાલીરામભાઈ સિસોદિયા સહીત ચાર આરોગ્યની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 4760 ની રોકડ કબજે કરી છે.
ક્રાઇમ
ભાણવડના નામચીન બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો
જામનગર જિલ્લાના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂૂના ગુના દાખલ કરાયા હતા, તે દારૂૂના ધંધાર્થી ભાણવડના બુટલેગરની પોલીસ દ્વારા પાસા હેઠળ અટકાયત કરી લઇ સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
ભાણવડ તાલુકાના પાછતરડી ગામનો વતની મેરૂૂભાઈ રામભાઈ હુણ નામનો બુટલેગર કે જેની સામે જામનગરના મેઘપર પોલીસ મથકમાં તેમજ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂૂના ગુન્હા નોંધવામાં આવ્યા હતા, તે દારૂૂના ધંધાર્થી સામે એલસીબી ની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી.
ત્યાંથી મંજૂરીની મહોર લાગી ગઈ છે, અને ગઈ રાતે એલસીબી ની ટુકડીએ દારુના ધંધાર્થી મેરૂૂભાઈ રામભાઈ ની અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.
ગુજરાત
શહેર-જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: ઠંડીનો પારો સડસડાટ 14.5 ડિગ્રી સુધી નીચે ગગડ્યો
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, અને આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14.5 થી નીચે ચાલ્યો ગયો હોવાથી કાતિલ ઠંડી નો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. જયારે પવનની તીવ્રતામાં વધારો થયો છે.
સમગ્ર જિલ્લા માં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે, દરમિયાન ગઈકાલે રાત્રે ઠંડીનો પારો 14.5 ડીગ્રી સુધી નીચે ચાલ્યો જતાં ઠંડીનો સપાટો બોલી ગયો છે. અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળ નો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પરમ દિવસે સવારથી ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે.દરમિયાન આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન ઘટીને 30.0 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિમાં વધારો થયો છે, અને સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કી.મી. ની ઝડપે રહી હતી. હાલાર પંથકમાં હજુ ઠંડી નો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
-
ગુજરાત20 hours ago
અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
-
ગુજરાત2 days ago
પાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા
-
ક્રાઇમ2 days ago
પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો
-
ગુજરાત19 hours ago
દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદ
-
ગુજરાત2 days ago
900 લારી-ગલ્લાવાળાઓને કોર્પોરેશન જગ્યા ફાળવશે
-
ગુજરાત19 hours ago
લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ