રાષ્ટ્રીય
અદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટ
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. જેને લઈને ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે અદાણી પોર્ટમાં 10ટકાની લોઅર સર્કિટ લાગી હતી.
ગુરુવારે (21મી નવેમ્બર) શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો નોંધાયો હતો.અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂૂપિયા થયો હતો.
અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂૂપિયા, અઈઈનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
બીજીતરફ આજે અદાણીના શેરોમાં દબાણ આવતા ભારતીય શેરબજાર પણ તુટયુ હતુ અને સેન્સેકસ 600અંક તુટયો હતો. સેન્સેકસ ગઇકાલે 77578અંકે બંક થયા બાદ અને લાલ નિશાનમાં ખૂલીને 77100થી નીચે સરકી ગયો હતો. જયારે નિફટીમાં પણ 150 અંકથી વધુનું ગાબડુ પ્રારંભિક સેશનમાં જોવાયુ હતુ.
રાષ્ટ્રીય
‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના કાર્યસૂચિમાં સામેલ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે ઝીરો અવર શરૂ થતાં પહેલાં એજન્ડામાં વિવિધ મંત્રીઓના નામના દસ્તાવેજો રજૂ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સ્પીકરે કહ્યું કે સંબંધિત મંત્રીઓએ ગૃહમાં હાજર રહેવું જોઈએ. નહિંતર તમે બધા જવાબો જાતે જ આપો.
ગૃહમાં પ્રશ્નકાળ સમાપ્ત થયા પછી, બપોરે 12 વાગ્યે, કાર્યસૂચિમાં સમાવિષ્ટ જરૂરી દસ્તાવેજો સંબંધિત મંત્રીઓ દ્વારા ગૃહના ટેબલ પર મૂકવામાં આવે છે. જ્યારે મંત્રીઓ ગૃહમાં હાજર ન હોય, ત્યારે સામાન્ય રીતે સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તેમને તેમના વતી રજૂ કરે છે. મંગળવારે પણ, ગૃહમાં જરૂરી ફોર્મ રજૂ કરતી વખતે, સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન મેઘવાલ દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન જિતિન પ્રસાદના નામનો એક દસ્તાવેજ મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે, જ્યારે મંત્રીઓ ગૃહમાં હાજર ન હોય, ત્યારે સામાન્ય રીતે સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તેમને તેમના વતી રજૂ કરે છે. આજે ગૃહમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદના નામથી એક દસ્તાવેજ સંસદીય કાર્ય રાજ્યમંત્રી મેઘવાલે રજૂ કર્યો હતો. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી બંડી સંજયકુમારે પોતાના નામથી દસ્તાવેજ રજૂ કરવાનો હતો. પરંતુ તેમને સમસ્યાઓ નડતાં અન્ય મંત્રી તેમને જણાવી રહ્યા હતા. જેના પર પણ ઓમ બિરલાએ ટકોર કરી હતી કે, ‘તમે એક-બીજાને સમજાવશો નહીં.’
મેઘવાલના ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાનના નામથી અંકિત દસ્તાવેજ પર સ્પીકર બિરલાએ નારાજગી વ્યક્ત કરી કે, ‘સંસદીય કાર્યમંત્રીજી (કિરણ રિજિજૂ) તમે પ્રયાસ કરો કે, જે મંત્રીઓના નામ કાર્યસૂચિમાં સામેલ છે, તેઓ સદનમાં ઉપસ્થિત રહે, નહીં તો તમે જ બધા જવાબ આપી દેજો.’
રાષ્ટ્રીય
દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી
મેરઠના એચએચ-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂૂપિયા કેશ આપ્યા હતા. આ કેશ પૈસા મોટા સૂટકેસમાં લાવવામાં આવ્યા હતા અને વરરાજાના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા.
વીડિયોમાં આ રકમ 2.56 કરોડ રૂૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એવું પણ સંભળાય રહ્યું છે કે જૂતા ચોરીની વિધિના 11 લાખ રૂૂપિયા અને 8 લાખ રૂૂપિયા અલગથી એક ધાર્મિક સ્થળના નામે આપવામાં આવ્યા હતા.એટલું જ નહીં જે કાજીને નિકાહ કરવા બોલાવવામાં આવ્યા હતા તેમને પણ 11 લાખ રૂૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. નિકાહના મંચ પર બેસતી વખતે આ રકમ બ્રીફકેસમાંથી કાઢીને કાજીને આપવામાં આવે છે. એટલું જ નહીં મસ્જિદ માટે 8 લાખ રૂૂપિયાના દાનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રકમ પણ રોકડમાં આપી રહ્યા છે. વાયરલ વીડિયો મેરઠ બાયપાસ રોડ પર સ્થિત એક રિસોર્ટનો હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર સતત કોમેન્ટ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવા જ લોકોને ત્યાં ઈન્કમટેક્સ અને ઈડીના દરોડા પડે છે. વાયરલ વીડિયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમ કેશ આપનારાઓએ ક્યાંથી એકઠી કરી.
આ વીડિયો અધિકારીઓ સુધી પહોંચ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, લગ્ન એ પરિવારની અંગત અને પારિવારિક બાબત છે. કોઈપણ પક્ષ તરફથી ફરિયાદ આવે તો તેની તપાસ થઈ શકે છે. ફરિયાદના આધાર પર જ કાર્યવાહી શક્ય છે.
રાષ્ટ્રીય
નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી
અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપોના સમાધાન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. અરજદારોમાં ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ (ઇઆઇએફએફ), મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર છે જે ગૌતમ અદાણીના મોટા સાવકા ભાઈ વિનોદ અદાણી સાથે કથિત રીતે જોડાયેલા છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઇઆઇએફએફએ 28 લાખ રૂૂપિયાની સેટલમેન્ટ રકમનો પ્રસ્તાવ મૂક્યો છે.ડરેક્ટર વિનય પ્રકાશ અને અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર અમીત દેસાઈ સહિત અન્ય અદાણી-સંબંધિત વ્યક્તિઓએ કેસના સમાધાન માટે રૂૂ. 3 લાખની ઓફર કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝે પોતે પણ સમાધાન અરજી સબમિટ કરી છે. આ દરખાસ્તો સેબી દ્વારા 27 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી કારણદર્શક નોટિસને અનુસરે છે.
જ્યારે ઓછામાં ઓછી ચાર સંસ્થાઓએ સેટલમેન્ટ વિનંતીઓ ફાઇલ કરી છે, ત્યારે શક્ય છે કે તમામ સામેલ અદાણી એન્ટિટીઓએ અરજી કરી હોય.
શો-કોઝ નોટિસમાં ગૌતમ અદાણી, તેમના ભાઈઓ વિનોદ, રાજેશ અને વસંત, ભત્રીજા પ્રણવ અદાણી અને સાળા પ્રણવ વોરા સહિત 26 સંસ્થાઓનો સમાવેશ થાય છે. સેબીએ પ્રશ્ન કર્યો છે કે કથિત ઉલ્લંઘનો માટે આ કંપનીઓને સિક્યોરિટીઝ માર્કેટમાંથી સંભવિત પ્રતિબંધ સહિતની કાર્યવાહીનો શા માટે સામનો કરવો ન જોઈએ.
નોટિસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણી અને તેના સહયોગીઓએ જટિલ શેરહોલ્ડિંગ વ્યવસ્થા દ્વારા રૂૂ. 2,500 કરોડથી વધુ એકઠા કર્યા હતા. આ માળખાઓએ તેમને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં જાહેર શેરહોલ્ડિંગ જરૂૂરિયાતોને બાયપાસ કરવાની મંજૂરી આપી હતી.
-
રાષ્ટ્રીય13 hours ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
ગુજરાત1 day ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત1 day ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
કચ્છ5 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ક્રાઇમ1 day ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત1 day ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત1 day ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ગુજરાત1 day ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ