રવિરત્ન પાર્કમાં એસ્ટેટ બ્રોકરના ઘરમાં ઘુસી 22 ફડાકા ઝીંકી કાનનો પડદો તોડી નાખ્યો

પ્લોટ વેચાણ મામલે માથાકૂટ કરતા ચાર શખ્સો સામે નોંધાતો ગુનો યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક શેરી નં.પમાં રહેતાં એસ્ટેટ બ્રોકર મનીષભાઈ પરબતભાઈ માંકડીયા (ઉ.વ.51)ના ઘરમાં…

પ્લોટ વેચાણ મામલે માથાકૂટ કરતા ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક શેરી નં.પમાં રહેતાં એસ્ટેટ બ્રોકર મનીષભાઈ પરબતભાઈ માંકડીયા (ઉ.વ.51)ના ઘરમાં ઘુસી અર્જુન જગુભાઈ ગુજરીયા (રહે. પરીમલ મેઈન રોડ, બાપા સીતારામ મઢુલી પાસે) અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ પ્લોટ વેંચવાની વાત કરવાના મુદ્દે 22 જેટલા તમાચા ઝીંકી જમણા કાનનો પડદો તોડી નાખ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મનીષભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા.10ના તે પત્ની ઉષાબેન અને પુત્ર દેવસાથે ઘરે હતા ત્યારે ઘરની ડોલબેલ વાગતા તેના પત્નીએ દરવાજો ખોલ્યો હતો. જયાં આરોપી અર્જુન અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ નતમારા પતિ મનિષભાઈ કયા છે ? પૂછતા તેને બેડરૂૂમમાં સૂતા હોવાના જવાબ આપતા આરોપીઓએ ત્યાં પહોંચી તને ખબર છે કે મારે વર્ષ 2012થી તારો પ્લોટ લેવાની વાત ચાલે છે, તો તું કેમ પ્લોટ બીજાને વેચવાની વાત કરે છે.

આ પ્લોટ મારા સિવાય કોઈને વેચતો નહી તેમ કહેતા તેને મેં કયા પ્લોટ વેચી નાખ્યો અને આ પ્લોટ મારો છે, હું ગમે તેને વેચુ તમારે શુંથ તેમ કહેતા આરોપીએ તેને ગાળો દઈ બને ગાલ પર 15 થી 22 જેટલા તમાચા ઝીંકી દઈ મારકુટ કરવા લાગ્યા હતા. તેના પત્ની ઉષાબેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર મારી તારા ઘરની સામેનો પ્લોટ બીજાને વેચીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ કહી ધમકી આપી ચારેય કારમાં ભાગી ગયા હતા. આ હુમલામાં તેનો કાનનો પડદો તુટી જતા ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *