મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયા

મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…

મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીને અંજામ આપનાર કચ્છની ‘સમા ગેંગ’નાં સાગરિત સહીત બે શખ્સોને રૂૂપિયા 63,250નાં મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ગાળા અને બહાદુરગઢના પાટિયા પાસેથી થયેલી ડીઝલ ચોરીમાં સંડોવાયેલ અયુબ મલૂક સમા (રહે. નાના દિનારા, ભુજ) અને ચોરીનું ડીઝલ રાખનાર પ્રદીપ અમુભાઈ મિયાત્રાને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અયુબ સમા રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ 13 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

જોકે, આ ગેંગનો અન્ય એક સાગરિત અસલમ ઉર્ફે અનવર કમાલ સમા હજી પોલીસ પકડથી દુર છે. પોલીસે આરોપીઓ પાસેથી 175 લીટર ડીઝલ કિંમત રૂૂપિયા 15,750 અને બાકીનું ડીઝલ વેચી નાખેલા રોકડા રૂૂ. 47,500 મળી કુલ રૂૂ. 63,250નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *