રેસકોર્સ પાસે યુવકને વ્યાજખોરના ત્રાસથી ધબકારા વધી જતાં ઢળી પડ્યો

શહેરમાં મોરબી રોડ પર જકાત નાકા પાસે રહેતો યુવાન રેસકોર્સ પાસે મહિલા પોલીસ સ્ટેશન નજીક ચાલીને જતો હતો ત્યારે વ્યાજખોરોના ત્રાસથી ધબકારા વધી જતાં બેભાન…

શહેરમાં મોરબી રોડ પર જકાત નાકા પાસે રહેતો યુવાન રેસકોર્સ પાસે મહિલા પોલીસ સ્ટેશન નજીક ચાલીને જતો હતો ત્યારે વ્યાજખોરોના ત્રાસથી ધબકારા વધી જતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, મોરબી રોડ પર જકાત નાકા પાસે રહેતા કપીલ હસમુખભાઈ પરમાર નામનો 35 વર્ષનો યુવાન બપોરના સમયે મહિલા પોલીસ મથક બહાર હતો ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કપીલ પરમારે ત્રણ થી ચાર લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં. જે રૂપિયા ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોર શખ્સો ત્રાસ આપતાં હોવાથી ધબકારા વધી જતાં બેભાન હાલતમાં ઢળી પડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં યાજ્ઞિક રોડ પર આવેલ ઈમ્પીરીયલ હોટલમાં આરાધ્યાબેન વિનોદકુમાર ગૌતમ નામની 19 વર્ષના યુવતીએ અકળકારણોસર હેન્ડવોટસ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *