કાલાવાડ રોડ ઓવર પે એન્ડ પાર્કિંગમાંથી રૂા.1.34 લાખના દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ

કાલાવાડ રોડ ઓવર બ્રીજ નીચે પે એન્ડ પાર્કીંગમાંથી ઇટીઓસ કારમાં બનાવેલ ચોરખાનામાંથી રૂૂ.1.34 લાખના વિદેશી દારૂૂ સાથે બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી રૂૂ.2.84 લાખનો મુદ્દામાલ કબજે…

કાલાવાડ રોડ ઓવર બ્રીજ નીચે પે એન્ડ પાર્કીંગમાંથી ઇટીઓસ કારમાં બનાવેલ ચોરખાનામાંથી રૂૂ.1.34 લાખના વિદેશી દારૂૂ સાથે બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી રૂૂ.2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમને રાજકોટ શહેર વિસ્તારમાં દારૂૂની ગેર કાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલ બાતમીને આધારે કાલાવાડ રોડ ઓવર બ્રીજ નીચે આવેલ પે એન્ડ પાર્કીંગમાંથી જી.જે.03.ઇ.સી.9414 નંબરની ટોયોટા કારની પાછળની સીટમાં બનાવેલ ચોર ખાનામાંથી રૂૂ.1.34 લાખની કીમતની 88 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. પીસીબીએ શકિત સોસાયટી શેરી નં.4 કામદાર વીમા હોસ્પીટલ પાછળ દુધ સાગર રોડ ઉપર રહેતા અને ડ્રાઇવીંગ કરતા પરેશભાઇ ભરતભાઇ જોગી ની ધરપકડ કરી રૂૂ.2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.જે.હુણ સાથે એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *