શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સની અદાલતે જામીન અરજી મંજૂર કરી છે.
વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ ખાતે આવેલા આજી જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બંધ કામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયા અંગેની થોરાળા પોલીસ મથકમાં સગીરાના વાલીએ ફરિયાદ કરી હતી પોલીસે ભોગ બનનારને હરિયાણાથી મુક્ત કરાવી આરોપી રાજા ગણેશ આહિરવારની ધરપકડ કરવામાં આવી હતી. ભોગ બનનાર અને આરોપીનું મેડિકલ ચેકઅપ અને નિવેદનના આધારે શરીર સંબંધ બાંધ્યા હોવાની હકીકત ખુલતા પોલીસે આપેલી અરજીથી અદાલતે રાજા ગણેશ સામે દુષ્કર્મની અને પોકશો ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
બાદ તપાસ પૂર્ણ થતા આરોપી રાજા ગણેશને જેલ હવાલે ધકેલવામાં આવ્યો હતો. હાલ જેલ હવાલે રહેલા રાજા ગણેશએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા જેમાં બન્ને પક્ષકારો વચ્ચે થયેલી દલીલો અને રજુઆત તેમજ મૌખીક તેમજ લેખીત પુરાવા, બનાવને અનુરૂૂપ થયેલ પોલીસ તપાસના કાગળો , બચાવ પક્ષના એડવોકેટની રજુઆતો , ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમા લઈ રાજકોટની સ્પે. પોકસો કોર્ટ ધ્વારા આરોપી રાજા આહીરવારને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા, ગૌરવ જરીયા રોકાયેલા હતા.
