હનુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ, યુવાનનો પગ ભાંગી નાખ્યો

રાજકોટ શહેરમાં રવિવારે રાત્રે હનીમાન મઢી પાસે ઢોસા કાફેમાં થયેલી માથાકૂટમાં કાફેના સંચાલક સાડા બનેવીએ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે વળતી ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ…

રાજકોટ શહેરમાં રવિવારે રાત્રે હનીમાન મઢી પાસે ઢોસા કાફેમાં થયેલી માથાકૂટમાં કાફેના સંચાલક સાડા બનેવીએ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે વળતી ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.જેમાં રૈયા રોડ પર નંદનવન પાર્કમાં રહેતા પિનાકભાઇ મહેશભાઈ ચૌહાણ(ઉ.વ.33) એ પોતાની શુભલક્ષ્મી મદ્રાસ કાફેના સંચાલક અબુબકર અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પીનાકે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલ મયંકભાઈ ખજુરીયા ના ઘમેન ટુસે એન્ડ ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ નું કામ કરી મારુ ગુજરાન ચલાવું છું.ગઈ તા.08/02 ના રાત્રિના હું તથા મારા શેઠ મયંકભાઇ ખજુરીયા તથા મારા મિત્ર સુરેશભાઈ અને ઋત્વિકભાઈ આમ અમે બધા હનુમાન મઢી ચોક પાસે આવેલ શુભ લક્ષ્મી મદ્રાસ કાફેમાં ઢોસા ખાવા માટે ગયેલા અને ત્યાં મારા શેઠ મયંકભાઇએ ઢોસા બનાવવાનો ઓર્ડર આપેલો તે સમયે મારા મોબાઇલમાં કોઈનો ફોન આવેલો જેથી હું ફોનમાં વાત કરવા માટે બહાર નીકળેલ અને ફોનમાં વાત કરતો હતો તે દરમ્યાન કાફેમાથી દેકારો થવા લાગ્યો હતો.જેથી હું તુરત જ કાફેમાં અંદર ગયેલો તો ત્યાં મારા શેઠ સાથે આશરે ચાર વ્યક્તિ ઓ ઝઘડો કરતા હતા જેથી હું આ ઝઘડામાં વચ્ચે પડતા આ ચાર વ્યક્તિઓ મારી સાથે પણ ગાળા ગાળી ઝપાઝપી કરવા લાગેલ જેમાંથી એક મુસ્લિમ ભાઈ ત્યાં બાજુમાં પડેલ ઢોસા બનાવવા માટેનું લોખંડ નો તવીથો લઈ મને જમણા પગના ઘુંટણના નીચેના ભાગે બે વાર માર્યો હતો.

જેથી હું નીચે પડી ગયેલ અને ત્યાં હાજર મારો મિત્ર ઋત્વિક મને મારા ઘરે લઈ ગયેલ બાદ મને પગમાં દુખાવો થતો હોય જેથી હું સૂઈ ગયેલ બાદમાં મેં મારા શેઠના પાઠના ધર્મેશભાઈ ને ફોન કરેલ કે મને પગમાં વધારે દુખાવો થાય છે મારે હોસ્પિટલ જવું છે પરંતુ ધર્મેશભાઈ ગાડીની વર્ધિમાં બહારગામ ગયેલ હોય જેથી મને સારવારમાં સવારે લઈ જશે તેવું જણાવેલ બાદ 09/02ના બપોરના ધર્મેશભાઈ ગાડીની વરદી પૂરી કરી મને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ આ દરમિયાન મને જાણવા મળેલ કે મને પગના ભાગે તવિથો મારનારનું નામ અબુબકર છે અને મને જમણા પગના ઘુંટણના નીચેના ભાગે ફેક્ચર જેવી ઈજા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *