રાજકોટના 8 સહિત રાજ્યમાં 153 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી

રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જીલ્લા ના 8 સહીત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ…

રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જીલ્લા ના 8 સહીત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 153 પોલીસ કોન્સ્ટેબલોની સામુહિક બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ બદલી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતરૂૂપ બની છે.

આ બદલી કર્મચારીઓની સ્વ-વિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોને હવે નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવશે. આ સમગ્ર બદલી પ્રક્રિયાના આદેશ અધિક પોલીસ મહાનિર્દેશક (વહીવટ) વિભાગના વડા ખુરશીદ અહેમદ દ્વારા આપવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં વહીવટી વ્યવસ્થા સુદૃઢ બને અને કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના પોલીસ બેડામાં થયેલી આ મોટી સામૂહિક બદલીને કારણે આવનારા દિવસોમાં જિલ્લામાં પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણી જોવા મળશે. બદલી પામેલ પોલીસ સ્ટાફમાં રાજકોટ ગ્રામ્યના ગંગાબેન મકવાણાને જૂનાગઢ અને કાનજીભાઈ ગાલીયાને મોરબી જયારે રાજકોટ સીટી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કિંજલબેન વસાણીની બોટાદ,જલ્પાબેન સોલંકીની અમરેલી, ઇન્દ્રસિંહ વાઘેલાની ગાંધીનગર, હરદીપસિંહ પુવાર અને પાર્થકુમાર પટેલની મહેસાણા તેમજ તારાબેન વઘેલા ની અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે. જયારે રાજકોટ શહેર અને જીલ્લામાં બદલી પામી રાજકોટ સીટીમાં આવેલા કર્મચારીઓમાં જામનગરથી અશોકસિંહ જાડેજા,ભુજથી આકાશ ઉનાગર, સુરતથી સેજલબેન અકબરી મહીસાગરથી સાગર રણછોડભાઈ ,જયારે ગ્રામ્યમાં ભુજ કોમલબેન પરમાર,આરતીબેન સદાદિયા,સુરતથી રાજેશભાઈ સામતભાઈને રાજકોટ ગ્રામ્ય માં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *