કોઠારીયા રોડ પર ખોખડદળ નદીની પાસે હરિઓમ પાર્ક માં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા જયરાજભાઈ કનુભાઈ બોરીચા(ઉ.વ.35) ને તેમના મિત્ર મુકેશ વાઘેલા,અંકુર વાઘેલા અને અજય છરી વડે અને પાઇપ વડે માર મારતા તે ઘવાયો હતો અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જયરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.20/10ના સાંજના હું તથા મારો મિત્ર લાલો ઉર્ફે લલિત બાલાસરા એમ અમે બંને મિત્રો ખોખડદળ નદીના પુલ પાસે આવેલ વેલનાથ મેઇન રોડ પર આવેલી રવેચી પાનની દુકાને બેઠા હતા તે દરમિયાન મુકેશ વાઘેલા તથા તેનો ભાઈ અંકુર તે બંને ત્યાં આવેલ અને તે પહેલા અજયભાઈ ના રવેચી પાનના ગલ્લે ઊભા રહેલ ત્યારબાદ મેં મુકેશ વાઘેલાને કહેલ કે તું કેમ હવે અમારી સાથે રહેતો નથી અને સાથે બેસવા માટે આવતો નથી.તેમ મે આ મુકેશને કહેતા મૂકેશે મને ગાળ આપી તારી સાથે મારે હવે નથી રહેવું એમ કહેલ જેથી મેં મુકેશને ગાળો બોલવાની ના પાડતા મુકેશ અને તેનો ભાઈ અંકુર બંને મારી તથા મારા મિત્ર સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.
અંકુર અને અજય બંને મને પાઇપ વડે આડેધડ શરીર પર પાઇપ મારેલ જેમાં અંકુરના પાઇપનો એક ઘા મને જમણા હાથના પોચા પર મારેલ ત્યારબાદ હું ત્યાંથી ભાગી થોડો દૂર જતો રહેલ ત્યાં કોઈ એક અજાણ્યો એક્સેસ ચાલક મને મળી જતા તેની સાથે બેસી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
