અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતા રહેવાસીઓ
બાથરૂમ ફિટિંગ, બાંધકામ, બધે જ લોટ-પાણી ને લાકડાંના કારણે પડ્યા પોપડા, ઠેરઠેર પાણીની ધારા
સેફટીડોર-કોમ્યુનિટિ હોલ જ ગાયબ, અનેક સુવિધાઓ માત્ર કાગળ ઉપર જ રહી ગઇ
રાજકોટના રૈયા વિસ્તારમાં વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેકટ ત્યાના રહેવાસીઓ માટે જીવતા નર્કાગાર સમાન બની ગયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના ભ્રષ્ટાચારના કારણે લાઇટ હાઉસમાં રહેતા લોકો માટે આ યોજનાના આવાસોમાં રહેવુ સજારૂપ બની ગયુ હોવાનો આ યોજનાના પ્રમુખ જયેશભાઇ સોની અને મંત્રી પિયુષભાઇ જોષી સહિતના રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો.
વડાપ્રધાન મોદીનો એક માત્ર ધ્યેય છે જે લોકો આ લાઈટ હાઉસ પ્રોજેકટમાં ફ્લેટમાં રહેવા આવે તેને સારી અને આધુનિક કવોલીટીનું બાંધકામ, રોજીંદા જીવનમાં આવતી તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તેવા શુભ આશય સાથે આ પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવેલ છે.
પરંતુ રાજકોટમાં પરશુરામ મંદિર પાસે, અટલ સ્માર્ટ સીટી, રૈયા રોડ ખાતે આવેલ લાઈટ હાઉસ પ્રોજેકટમાં બીલ્ડરો દ્વારા ઘણી ખામીઓ અને કરેલા ભ્રષ્ટાચારથી ફલેટ ધારકો ત્રાહીમામ પોકારી ગયેલ છે. નબળી કક્ષાનાં બાંધકામથી વરસાદની સીઝનમાં લોકોનાં લેટમાં દિવાલ અને છતમાંથી પાણી આવી રહેલ છે. લોકોને ના છુટકે પોતાના ફલેટ છોડીને ભાડે રહેવા જવું પડે એવી પરિસ્થીતી ઉભી થઈ છે, નબળી ગુણવતાનાં બાંધકામથી વરસાદ પછી મોટા ભાગનાં લેટ ધારકોને દિવાલમાં સતત ભેજ રહે છે. દિવાલમાંથી પ્લાસ્ટર ઉખડી જાય છે. પેસેજમાં અનેક જગ્યાએ લીફ્ટની આસપાસ આવેલ લાદીઓ ખરી પડે છે. અમુક ફલેટ ધારકોનાં વોશ એરીયાની દિવાલ પણ બહારની સાઈડ ઝુકી ગયેલ છે. જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે. દરેક માળનાં પેસેજમાં આવતું વરસાદી પાણીનાં નીકાલની પણ યોગ્ય પાઈપલાઈન દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી. પાર્કિંગમાં નબળી કક્ષાનું બાંધકામ કરી આપેલ છે. ટુંકમાં એમ કહી શકાય છે બિલ્ડરનાં ભોગે આજે લાઈટ હાઉસ પ્રોજેકટનાં રહેવાશીઓની જીંદગી બદ થી બદતર બની રહેલી છે. વારંવાર ફરીયાદ કરવા છતાં પણ ઉપરોકત બાબતે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી.
નબળી કક્ષાનાં બાથ ફીટીંગ્સ પણ તમામ ફલેટમાં સામેલ છે. વારંવાર લીકેજ તેમજ ખરાબ થવાની ફરીયાદ કાયમી ધોરણે આ લાઈટ હાઉસ પ્રોજેકટમાં રહેલ છે. ઉંચા નીચી લાદીઓ, ફલેટની દિવાલમાં ભુવા પડવા, પ્લાસ્ટર ખરી પડવું આ બધુ જે તે કોન્ટ્રાકર દ્વારા નબળી કક્ષાનું બાંધકામ કરેલ છે તે છાંપરે ચડીને પોકારી રહેલું છે.
બીજો મુખ્ય મુદ્દો એ પણ છે કે દરેક ફલેટમાં હોલ અને બેડરૂૂમમાં ઈલેકટ્રીક બોર્ડમાં જેટલી સ્વીચ આપેલ છે તેટલા હોલ્ડર પણ આપેલ નથી જેને ખુલ્લો ભ્રષ્ટાચાર કહી શકાય, જો સ્વીચ છે તો તેનું હોલ્ડર કેમ આપેલ નથી. આ કોઈ નાની સુની વાત નથી અમારા 1144 ફલેટનાં કેટલા હોલ્ડર સાથે આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.
સાથે સાથે જ્યારે લાઈટ હાઉસ પ્રોજેકટનાં અરજી પત્રકમાં છેલ્લા પેઈઝ ઉપર સ્પષ્ટ અને વંચાઈ શકે તેવા અક્ષરોમાં લખેલ હતું કે દરેક ફલેટની સાથે સાથે સેફટી ડોર પણ આપવામાં આવશે… જે તે સમયે સેમ્પલ ફલેટ હતો તેમાં આ સેફટી ડોર લગાડેલ હતો. પરંતુ ત્યારબાદ એક પણ ફલેટમાં સેફટી ડોર આપવામાં આવેલ નથી જેમાં પણ એક ભ્રષ્ટાચાર કરેલ છે. અને અમોને અમારા મળતી સુવિધાઓથી કોન્ટ્રાકટરો દ્વારા આપવામાં આવેલ નથી.
ઉપરાંત અરજી પત્રકમાં એનો પણ ઉલ્લેખ હતો કે ફલેટ ધારકોને આ ટાઉનશીપમાં બે માળનો કોમ્યુનિટી હોલ પણ આપવામાં આવશે પરંતુ આજે બે વર્ષ જેવો લાંબો સમય વીતી જવા છતાં અમોને આ સુવિધાઓથી વંચીત રાખેલ છે.
આવડી મોટી ટાઉનશીપ કે જે નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રીમ પ્રોજેકટની હોય અને આવા ભ્રષ્ટાચારનાં ભોરીંગ પડયા હોય તો કોન્ટ્રાકટર સામે પગલા લેવા અમો કટીબધ્ધ છીએ..
જરૂૂર પડશે તો અમો ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે સર્વે ફલેટ ધારકો જઈ રૂૂબરૂૂ મળીને તેમના પ્રોજેકટમાં બિલ્ડરો દ્વારા રાખી દેવામાં આવેલ ખામીઓથી વાકેફ કરીશું તેમ રહેવાસીઓએ જણાવ્યુ હતુ.
આ પત્રકાર પરિષદમાં લાઈટ હાઉસ પ્રોજેકટનાં પ્રમુખ જયેશભાઈ સોની, ઉપપ્રમુખ મયુરીબા પરમાર, મંત્રી પિયુષભાઈ જોશી અને ખજાનચી અલ્પેશ ગોહીલ તેમજ કમીટી મેમ્બરો અને સર્વે ફલેટ ધારકો હાજર રહીને માહીતી આપેલ હતી.
કોન્ટ્રાકટર વિરૂદ્ધ હાઇકોર્ટમાં પિટિશન કરવાની પણ ચીમકી
લાઈટ હાઉસ પ્રોજેકટનાં 1144 ફલેટ ધારકો સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે જો સમય મર્યાદામાં બાંધકામમાં રહેલ ક્ષતિ, ઈલેકટ્રીક કોન્ટ્રાકટરો દ્વારા કરેલ ભ્રષ્ટાચાર અને અન્ય બાબતોમાં કોઈ ઉકેલ નહીં આવે અથવા તો અમારી વાત ધ્યાને નહીં લે તો તમામ ફલેટ ધારકો દ્વારા હાઈકોર્ટમાં કોન્ટ્રાકટર વિરુધ્ધ પીટીશન દાખલ કરી અમો ન્યાયની માંગણી કરી ન્યાય મેળવીને જ ઝંપીશુ એવું સ્પષ્ટ જણાવેલ છે. તેમજ ન છુટકે અમારે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવું પડશે અને તેનાથી જે કઈ પરિણામ ઉદભવે જેની તેની જવાબદારી જે તે કસુરવાર વ્યકિતઓની રહેશે જેની સ્પષ્ટ આ નોંધ જાહેર કરીએ છીએ.
