ઘનશ્યામનગરમાં લગ્નની જીદે ચડેલા પ્રેમીએ વિધવાને છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઘનશ્યામ નગર માં રહેતા વર્ષાબેન ગોપાલભાઇ દાતી (ઉ.વ.43) નામના વિધવા સાથે લગ્નની જીદે ચડેલા પ્રેમી સાવન રમણીકપરી ગોસ્વામી(રહે-હુડકો ચોકડી ગોકુલ…

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઘનશ્યામ નગર માં રહેતા વર્ષાબેન ગોપાલભાઇ દાતી (ઉ.વ.43) નામના વિધવા સાથે લગ્નની જીદે ચડેલા પ્રેમી સાવન રમણીકપરી ગોસ્વામી(રહે-હુડકો ચોકડી ગોકુલ પાનવાળી શેરી આશાપુરા નગર શિવમ ઓટો વાળા મકાનમાં ભાડેથી)એ છરીનો ઘા ઝીંકી દેતા વર્ષાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.આ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા મમ્મી હંસાબેન સાથે છેલ્લા બે મહીનાથી રહુ છુ. મારા પતિ મરણ ગયેલ છે.ગઈ તા.20/10ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ હુ તથા મારા મમ્મી હંસાબેન તથા મારા કાકા બીપીનભાઇ વિઠ્ઠલાણીનાઓ ઘરે હાજર હતા ત્યારે સાવન રમણીકપરી ગોસ્વામી આવેલ અને જણાવેલ કે તુ મારો મોબાઇલ ફોન કેમ ઉપાડતી નથી અને કોના સાથે વાત ચાલુ હતી તેમ પુછતા મે જણાવેલ કે સામાજીક કામથી અન્ય સાથે વાત ચાલુ હતી તેમ કહેતા આ સાવન ઉશકેરાઇ ગયો અને કહેલ કે તારે મારી સાથે લગ્ન કયારે કરવા છે.

પરંતુ મે ના પાડતા તેઓ તેના નેફામાંથી છરી કાઢી મને પેટના ભાગે છરકો મારતા સાર્પ કટીંગ જેવુ નિશાન થઇ ગયેલ અને લોહી નીકળવા લાગતા કાકા બીપીનભાઈ એ 108 ને ફોન કરી ગાડી બોલા વેલ અને તે આવતા તેમા હુ બેસી ગયેલ અને સાથે મમ્મી તથા પાડોશી ભગત એમબ્યુલન્સ મા બેઠેલ અને મને સી વીલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *