રામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોત

આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરા નજીક રામનગર-7માં રહેતો રામજી રામચંદ્ર પાલ (ઉ.વ.39) નામનો મુળ બિહારનો યુવાન 19મીના સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…

આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરા નજીક રામનગર-7માં રહેતો રામજી રામચંદ્ર પાલ (ઉ.વ.39) નામનો મુળ બિહારનો યુવાન 19મીના સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબી નિદાન સારવાર દરમિયાન કમળાની અસર થયાનું ખુલતાં સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન ગત રાતે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.મૃત્યુ પામનાર રામજીને સંતાનમાં ત્રણ દિકરા છે. તે કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતો હતો. વર્ષોથી તે અહિ પરિવાર સાથે રહેતો હતો. મૃતદેહને અંતિમવિધી માટે વતન બિહાર લઇ જવાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *