બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો

ખોટી રીતે અરજીઓ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કોઇ એક વ્યક્તિ દ્વારા અરજીઓ કરવામાં આવી બગસરા તાલુકાની મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા…

ખોટી રીતે અરજીઓ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કોઇ એક વ્યક્તિ દ્વારા અરજીઓ કરવામાં આવી

બગસરા તાલુકાની મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા માટે ખોટી અરજીઓ કરવાની થયેલ ફરિયાદને પગલે આજે બગસરા મામલતદાર કચેરી ખાતે અરજદારો પોતે આવી કોઈ અરજીઓ કરેલ નથી તેવા નિવેદનો સાથે આવ્યા હતા અને મામલતદાર પાસે ખોટી અરજીઓ કરનાર સામે પગલાં લેવા માંગણી કરેલ છે.
બગસરા તાલુકામાં રાજકીય દ્વેષ ભાવનાના ભાગરૂૂપે અમુક રાજકીય પદાધિકારીઓ દ્વારા ખોટી રીતે ચૂંટણી કાર્ડ મંગાવી તેમનો દુરુપયોગ કરી મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા માટે અરજીઓ કરેલ હતી જે આગેવાનોના ધ્યાને આવતા વાત વાયુ વેગે મતદારો સુધી પહોંચી ગઈ હતી. પોતાના નામની ખોટી અરજીઓ થયેલ હોય અરજદારો પણ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા.

તેમજ આવી ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર પાસે માગણી કરી હતી. જોકે આ બાબતે મામલતદાર દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપવાને બદલે અમે ખોટી અરજીઓ હશે તો તપાસ કરાવીશું તેવો નીરસ પ્રત્યુતર પાઠવ્યો હતો. ખોટી અરજીઓ કરી રાજકીય રીતે ખતરાગ ઉત્પન્ન કરવામાં ભાગ ભજવનાર તત્વોને ખુલ્લા પાડવામાં આવે તેવી કેતન રમેશભાઈ સાંગાણી તથા રમેશભાઈ સતાસિયા દ્વારા માંગણી કરેલ છે.

1.આ બાબતે મોટા મુંજાસનના કેતનભાઇ રમેશભાઈ સાંગાણીએ જણાવ્યું હતું કે મને મળેલ માહિતી મુજબ મારા નામે નવ વ્યક્તિના નામ કમી કરવા માટે અરજી થયેલ છે મેં આજ દિન સુધી આવી કોઈ અરજી કરેલ નથી તો આ અરજીઓ ક્યાંથી આવી તેની તપાસ થવી જોઈએ. 2. મતદાર યાદી માંથી સૌથી વધુ નામકમી કરવા માટે મોટા મુંજીયાસર ના એક દેવીપુજક પરિવારના નામ પર અરજી ઓ આપવામાં આવેલ છે કિશોરભાઈ માથાસુરીયા નું સંપર્ક કરતા તેમણે ભાજપના એક હોદ્દેદારો દ્વારા તેમના પરિવારના ચૂંટણી કાર્ડ ના ફોટા મંગાવવામાં આવ્યા હતા તેમ જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *