મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો શહેરના જૂના માર્કેટ યાર્ડ નજીક આવેલા મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા…

શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો

શહેરના જૂના માર્કેટ યાર્ડ નજીક આવેલા મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જૂના માર્કેટ યાર્ડ પાછળ આવેલા મચ્છાનગર શેરી નં.1માં રહેતા હિતેષભાઇ હીરાભાઇ સીતાપરા (ઉ.વ.52)નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક હિતેષભાઇ ત્રણભાઇમાં મોટા અને મજૂરી કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.તેમણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઇ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *