કોઠારિયા સોલવન્ટમાંથી 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે બાતમીના આધારે 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે 432 બોટલા દારૂ અને કાર મળી…

શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે બાતમીના આધારે 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે 432 બોટલા દારૂ અને કાર મળી કુલ રૂા.6.06 લાખનો મુદ્દાલમા કબજે કર્યો હતો. આ ગુનામાં દુધસાગર રોડ પર રહેતા બુટલેગરનુ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ યશવંતભાઇ ભગત, કિશન ભાંભર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન કોઠારિયા સોલવન્ટમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર રામેશ્ર્વર મોટર પાસે કારમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઉભા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કારમાં બેઠેલા ચીરાગ ધીરજલાલ પરમાર રહે આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટી અને ગીરીશ રમેશભાઇ પરમાર રહે.કોઠારિયા સોલવન્ટને ઝડપી લઇ કારની તલાશી લેતા ડેકી માથી વિદેશી દારૂના ચપલા નંગ 432 કીં86400 મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂા.6,06,400નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દુધસાગર રોડ પર દુધની ડેરી પાસે રહેતા રહીમભાઇએ હેરફેર કરવા માટે આપ્યો હોવાનુ કબુલાત આપતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી બુટલેગર રહીમની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *